નોર્થ કોરિયાના શાસક જાેંગની બહેેને અમેરિકાને ધમકી આપી
અમારી ભૂમિ પર અસ્થિરતા ન ફેલાવોઃ નોર્થ કોરિયાના શાસક જાેંગની બહેનનું નિવેદન પ્રકાશિત-આગામી ચાર વર્ષ સુધી શાંતિથી સુવા માગતા હો તો અમેરિકાએ અસ્થિરતાનું કારણ ના બનવું જાેઇએ
નવી દિલ્હી, નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જાેંગ ઉનની બહેન કિમ યો જાેંગે મહાસત્તા ગણાતા અમેરિકાને ધમકી આપી છે. કિમ યો જાેંગે અમેરિકા દ્વારા સાઉથ કોરિયામાં થઈ રહેલી મિલિટ્રી ડ્રિલ્સની આલોચના કરી છે. તેણે કહ્યું કે જાે તેઓ શાંતિ ઇચ્છે છે તો ખરાબ વ્યવહાર ના કરે. નોર્થ કોરિયાની સરકારી મીડિયા ઇજન્સીએ તેમનું આ નિવેદન પ્રકાશિત કર્યુ છે. Kim Jong Un’s powerful sister sends warning to Biden administration as Blinken, Austin arrive in Asia
કિમ જાેંગ ઉનની બહેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ ને રક્ષા મંત્રી દક્ષિણ કોરિયાના પ્રવાસે આવનાર છે. કિંમ યો જાેંગે કહ્યું કે અમે અમેરિકી પ્રશાસનને ચેતવણી આપવા માંગીએ છીએ કે તેઓ અમારી ધરતી પર અશાંતિ ના ફેલાવે. જાે તેઓ આગામી ચાર વર્ષ સુધી શાંતિથી સુવા માંગે છે તો તેમણે અસ્થિરતાનું કારણ ના બનવું જાેઇએ.
કિમ યો જાેંગે સાઉથ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની આલોચના કરી છે. સાથએ જ તેને હૂમલાની તૈયારી પણ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે કિમ યો જાેંગ નોર્થ કોરિયાના ક્રુર શાસક કિમ જાેંગ ઉનની એકમાત્ર બહેન છે, જે તેનાથી નાની છે. નોર્થ કોરિયામાં કિમ જાેંગ પછી તેમની બહેનને સૌથી વધારે તાકાતવર ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં બાઇડન પ્રશાસન આવતાની સાથે ફરી વખત નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ફરી સંબંધોમાં તણાવ જાેવા મળી રહ્યો છે. આ પહેલાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જાેંગની મુલાકાત પમ કરી હતી. હવે તે તમામ પર્યાસ નિષ્ફળ ગયા હોય તેમ લાગે છે.