Western Times News

Gujarati News

કિમ કાર્દશિયને લીધા છુટાછેડા, બાળકોના ઉછેર માટે દર મહિને ૧.૬૫ કરોડ મળશે

નવીદિલ્હી, કિમ કાર્દશિયન અને કાન્યે વેસ્ટ તેમના છૂટાછેડાને લઈને સૌથી વધુ ચર્ચામાં છે અને હવે આખરે તેમના અલગ થવા પર સત્તાવાર રીતે મહોર મારી દેવામાં આવી છે.

બંને કાયદેસર રીતે અલગ થયા બાદ હવે તે મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે જેને લઈને બંને વચ્ચે કોઈ સહમતિ નહોતી. બંને સ્ટાર્સ બાળકોના ઉછેર અને પ્રોપર્ટીના વિભાજનને લઈને અસહમત હતા, પરંતુ હવે કોર્ટે બંને વચ્ચે સમાધાન કરી લીધું છે અને સંમતિથી બંને બાળકોનો ખર્ચ ઉઠાવશે.

કારણ કે કિમ અને કાન્યે બંનેને બાળકોની કસ્ટડી મળી ગઈ છે, બંને કમાતા હોવાથી ખર્ચ પણ તેમની વચ્ચે વહેંચવામાં આવશે. પરંતુ બાળકો મોટાભાગે કિમ સાથે જ રહેશે, ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાન્યે કિમને બાળકોના ઉછેર માટે દર મહિને ૧.૬૫ કરોડ રૂપિયા આપશે.

તમને જણાવી દઈએ કે બંનેને ચાર બાળકો છે. તેમની મોટી દીકરી ૯ વર્ષની છે અને સૌથી નાની દીકરી ૩ વર્ષની છે. તેમના લગ્ન ૬ વર્ષથી વધુ ચાલ્યા હતા પરંતુ ગયા વર્ષે કિમે છૂટાછેડા માટે અરજી કરી હતી. જાેકે કાન્યે વેસ્ટ કિમથી છૂટાછેડા ઇચ્છતા ન હતા. જેના માટે તેણે કાનૂની લડત પણ લડી હતી.

કિમ કાર્દાશિયન તેની બોલ્ડનેસને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. કિમ હંમેશા તેના મેટ ગાલા લુક્સને લઈને મસ્ત રહે છે. બીજી તરફ કાન્યેની વાત કરીએ તો તે વિવાદોથી ઘેરાયેલો લાગે છે. તાજેતરમાં પણ તે ઘણી મુશ્કેલીઓમાં ફસાયેલ છે. એડિડાસ કંપનીએ તેમની સામે તપાસ શરૂ કરી છે, આરોપ છે કે તે મીટિંગ દરમિયાન લોકોને વાંધાજનક સામગ્રી બતાવે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.