Western Times News

Gujarati News

કિમ કાર્દાશિયનનું ટેસ્લા સાથે ફોટોશૂટ ઊલટું પડ્યું

મુંબઈ, કિમ કાર્દાશિયનનાં ફૅન્સ તેની તસવીરો અને વીડિયોના દિવાના હોય છે, તે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. પરંતુ તેણે તાજેતરમાં ટેસ્લા સાયબરટ્રકઅને ઓપ્ટિમસ રોબો સાથે સાથે કરાવેલું મેગેઝિન ફોટોશૂટ ઊલટું પડ્યું છે.

એક તરફ ઇલોન મસ્કનાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પર વધી રહેલા પ્રભાવ તેમજ તેણે અચાનક તેની કંપનીમાંથી કર્મચારીઓની માટે પાયે છટણી કરી હોવાને કારણે તેની ટીકા થઈ રહી છે.

છેલ્લાં કેટલાંક વખતથી ટેસ્લા કારના માલિકો અને ખાસ કરીને ઇલેક્ટ્રિક કારના માલિકો ટેસ્લાના ઉત્પાદનોના વિરોધમાં પોતાની ગાડીઓ વેચી રહ્યાં છે, જેથી તેમને જનતાના વિરોધનો સામનો ન કરવો પડે અને તેઓ કંપની સાથે પોતાનું અંતર દર્શાવી શકે.

સામે મસ્કની બધી કંપનીના શેરના ભાવ પણ નીચે જઈ રહ્યા છે. આ વિરોધના માહોલમાં કિમ કાર્દિશને ટેસ્લા સાયબરટ્રક સાથેની તસવીરો શેર કરી હતી અને ઓપ્ટિમસ રોબોને ભેટતી તસવીર એક મેગેઝિનના કવર પેજ પર પ્રકાશિત થઈ હતી. એક્સ પર કાર્દાશિયને શેર કરેલી આ પોસ્ટને ૧૦ મિલિયન વ્યૂ મળ્યા અને સામે સોશિયલ મીડિયા પર કિમે ખોટા સમયે તસવીરો પોસ્ટ કરવા બદલ તેની ટીકા પણ થઈ રહી છે.

કોઈએ તેની તસવીરો પર કમેન્ટ કરતા કહ્યું,“છોકરી, મારું વચન છે કે તારી આ તસવીરોને કારણે કોઈ પણ સાયબરટ્રક ખરીદવાનું નથી. જવા દે.”તો અન્ય એક યૂઝરે લખ્યું,“કિમ કાર્દાશિયન પાસે ચોક્કસ ટેસ્લાના શેર હશે, એટલે જ તે એમના ધંધાને થોડું પ્રોત્સાહન આપવા મથે છે?” તો એક વ્યક્તિએ કહ્યું કે “ફાસીઝમ ક્યુટ કે ટ્રેન્ડી હોઈ ન શકે.

તને ખબર પડે છે કે, દુનિયામાં શું ચાલે છે?આ વિરોધમાં એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ પણ ઝંપલાવ્યું હોવાથી આ મુદ્દો લોકોના ધ્યાનમાં વધારે મહત્વનો બની ગયો, મિયા ખલીફાએ કિમ કાર્દાશિયનની ટીકા કરતાં કહ્યું,“કિમ કાર્દાશિયન એક નાઝી બર્ડ બ્રેઇન્ડ બિલિયોનેર છે, એ ક્યારેય આ વાત વાંચશે તો પણ એને માત્ર બિલિયોનેર શબ્દ જ દેખાશે, આગળનાં શબ્દો તો એને દેખાશે પણ નહીં, કારણ કે એક પક્ષી છે.”યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેસ્લા ખરીદી છે, ત્યારથી આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.