કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ સાથે સમજૂતી કરી
પુણે,ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સંકલ્પના વિકાસ, કૌશલ્ય આધારિત તાલીમ, અત્યાધુનિક સંશોધન અને શિક્ષણ આગળ વધારવા માટે લાંબા ગાળાની ભાગીદારી સ્થાપિત કરવા વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી (વીઆઈએન્ડયુ) સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. આ જોડાણ ભાવિ તૈયાર પ્રતિભાના વિકાસને કેળવવા સાથે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે મોટું પગલું છે. Kinetic Green signs Memorandum of Understanding (MoU) with Vishwakarma Institutes and University to advance skill-based training and research
આ ભાગીદારી થકી કાઈનેટિક ગ્રીન હાથોહાથની તાલીમ, પ્રેક્ટિકલ સન્મુખતા અને તેની લેબ્સ, વર્કશોપ્સ અને ઔદ્યોગિક સાઈટ્સને પહોંચ પૂરી પાડીને વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખા માટે પણ મૂલ્યવાન અસલ દુનિયાનો અનુભવ પ્રદાન કરશે. આ સામે વીઆઈએન્ડયુએ ઉદ્યોગની જરૂરતોને પહોંચી વળવા માટે તેનો અભ્યાસક્રમ અપનાવ્યો છે,સ જે વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં ઉત્તમ રીતે તૈયાર હોય તેની ખાતરી રાખે છે.
આ જોડાણમાં ઔદ્યોગિક તાલીમ કાર્યક્રમો, ઈન્ટર્નશિપ, ફેકલ્ટી વિકાસ અને એઆઈ તથા સક્ષમ ઓટોમોટિક ટેકનોલોજીમાં સંયુક્ત સંશોધનનો સમાવેશ થાય છે, જે ઊભરતા ઈનોવેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત વીઆઈએન્ડયુના વિદ્યાર્થીઓ માર્કેટિંગ પ્રોજેક્ટ્સમાં યોગદાન આપશે અને કાઈનેટિક ગ્રીન માટે એઆઈ સંકલ્પના વિકસાવવા પર કેન્દ્રિત ઈન્ટર્નશિપ્સમાં સહભાગી થશે, જેથી ઈનોવેશન પ્રેરિત થશે અને ભારતની ટેકનોલોજી અને વાહન ઉદ્યોગો માટે ભાવિ તૈયાર કાર્યબળને આકાર આપશે.
આ જોડાણ પર બોલતાં કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સના સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ટ માટે પોષીને સમાજમાં યોગદાન આપવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. ઉદ્યોગના નિષ્ણાતો તેમનું જ્ઞાન અને અનુભવનું આદાનપ્રદાન કરવાના હોવાથી વિદ્યાર્થીઓને મૂલ્યવાન ઈનસાઈટ્સલ મળશ અને ઉદ્યોગની ઊંડી સમજ મળશે. એકત્ર મળીને અમે લર્નિંગ, ઈનોવેશન અને સસ્ટેનેબિલિટીની ઈકોસિસ્ટમ નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.’’
વીઆઈએન્ડયુના પ્રેસિડેન્ટ શ્રી ભરત અગરવાલે જણાવ્યું હતું કે, “કાઈનેટિક ગ્રીન સાથે અમારું જોડાણ શિક્ષણમાં ઈનોવેશન અને ઉત્કૃષ્ટતાને પોષવાના અમારા સમાન ધ્યેયનો દાખલો છે. આ ભાગીદારી થકી અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખા મૂલ્યવાન ઈનસાઈટ્સ અને પ્રેક્ટિકલ સન્મુખતા પ્રાપ્ત કરશે, જેથી તેઓ એઆઈ અને સક્ષમ વાહન ટેકનોલોજીઓ જેવાં અત્યાધુનિક ક્ષેત્રોમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપવા માટે અભિમુખ બનશે.’’