બોલિવૂડના કિંગ શાહરુખે પવિત્ર શહેર મક્કાની મુલાકાત લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/SRK-1024x538.jpg)
મુંબઈ, સાઉદી અરબમાં ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ પૂરું કર્યા પછી શાહરુખ ખાને પવિત્ર શહેર મક્કાની મુલાકાત લીધી અને મક્કાની ઈસ્લામી તીર્થયાત્રા ઉમરાહ કરી જે ક્યારેય પણ કરી શકાય છે. શાહરુખ ખાનના મક્કાની મુલાકાતના ફોટો એક ફેન અકાઉન્ટે ઓનલાઈન શેર કર્યા છે.
જેમાં શાહરુખ ખાન પવિત્ર સ્થળે લોકોથી ઘેરાયેલો જાેવા મળી રહ્યો છે. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં શાહરુખ ખાન એકદમ અલગ કપડામાં જાેવા મળી રહ્યો છે. અહીં નોંધનીય છે કે શાહરુખ ખાને ટિ્વટર પર એક વિડીયો પોસ્ટ કરતા જાહેરાત કરી હતી કે તેણે ફિલ્મ ‘ડંકી’નું સાઉદી અરબ શેડ્યુલ પૂરું કર્યું છે. સુપરસ્ટાર શાહરુખ ખાનની નવી ફિલ્મની વિગતો સામે આવી છે.
શાહરુખ ખાન હવે ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે નવી ફિલ્મ કરવા જઈ રહ્યો છે કે જેનું નામ ‘ડંકી’ છે. ‘ડંકી’ ફિલ્મની જાહેરાત કરતા એક વિડીયો શેર કરતા શાહરુખની નવી ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ‘મુન્નાભાઈ MBBS’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘૩ ઈડિયટ્સ’, ‘પીકે’, ‘સંજુ’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર રાજકુમાર હિરાની પહેલી વખત શાહરુખ ખાન સાથે કામ કરવા જઈ રહ્યા છે.
આ ફિલ્મનું નામ ‘ડંકી’ છે અને તે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. ‘ડંકી’ ફિલ્મ ડૉન્કી ફ્લાઈટના વિષય સાથે જાેડાયેલી છે. જેનો મતલબ થાય છે કે કોઈ વ્યક્તિ અન્ય દેશમાં પ્રવેશ કરવા માટે ગેરકાયદે માર્ગ પસંદ કરે છે. આ સમસ્યાને ડંકી ફ્લાઈટ તરીકે ઓળખવામાં આવે છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ‘ડંકી’માં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નુ જાેવા મળશે.
‘ડંકી’ ફિલ્મના લેખક રાજકુમાર હિરાની, અભિજાત જાેષી, કનિકા ઢિલ્લોં છે. અમદાવાદમાં જન્મેલા લેખક અભિજાત જાેષીએ ગુજરાતી માધ્યમમાં શાળાકીય શિક્ષણ લીધા પછી એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી M.A.નો અભ્યાસ કર્યો છે. કોલેજકાળથી નાટકોમાં રુચિ ધરાવતા અભિજાત જાેષીના ભાઈ સૌમ્ય જાેષી પણ ગુજરાતના જાણીતા લેખક છે.
અભિજાત જાેષીએ વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘કરીબ’થી બોલિવૂડમાં લેખક તરીકે ડેબ્યુ કર્યું હતું. અભિજાત જાેષીએ અત્યાર સુધીમાં ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાનીની ટીમ માટે જ ફિલ્મો લખી છે. અભિજાત જાેષીએ લખેલી ફિલ્મોમાં ‘કરીબ’ સિવાય ‘મિશન કાશ્મીર’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘એકલવ્ય’, ‘૩ ઈડિયટ્સ’, ‘પીકે’, ‘વઝીર’, ‘સંજુ’, ‘શિકારા’ સામેલ છે.SS1MS