Western Times News

Gujarati News

ગોધરાના કિન્નર સમાજે દીકરીને નાનેથી મોટી કરી ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરાના કિન્નર સમાજના ગુરુજી સંગીતા દે અને અન્ય કિન્નરો એ જાગૃતિ નામની દિકરીને નાની થી મોટી કરી સાથે તેને ભણાવીને બ્યુટી પાર્લરનો કોર્ષ શીખડાવીને પગભર કરી હતી. હવે જાગૃતિ મોટી થતાં તેના હાથ પીળાં કરવા કીન્નર સામજે વડોદરાના પાદરાના છાપરીયા ગામના યુવક સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા.જાગૃતિના લગ્ન કંકોત્રીમાં કિન્નરોના નામ સાથે છાપીને લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

જાગૃતિના લગ્ન ગુરૂવારે લુહાર સુથારની વાડીમાં યોજાયા હતા. જયાં અન્ય સમાજના લોકો મોંધીદાટ સાડી અને ધરેણાં પહેરીને લગ્નમાં આવે તેમ કીન્નરો તૈયાર થઇને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી યોજયા હતા. લગ્ન મંડપમાં મા બાપના બદલે કિન્નર સમાજના રીન્કુ દે અને સંગીતા દે બેસીને તમામ લગ્નની હિન્દુ રીતરીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. નવવધુને કીન્નરો ખભે ઉચકીને લગ્રમંડપ સુધી લગ્ન ગીતો ગાતા લઇને આવ્યા હતા.

કિન્નર સમાજના સંગીતા દે મા બાપ બનીને દિકરીને કરીયાવર માં તમામ ધરવખરીનો સામાન, દાગીના કપડાં સહીતની વસ્તુઓ આપી હતી નાની થી મોટી કરીને દીકરીના લગ્ન કરાવીને વિદાઇ વખતે કિન્નરો ભાવુક બનીને વિદાય આપી હતી. સભ્ય સમાજ માટે દાખલારૂપ બનેલ ગોધરા કિન્નર સમાજે અગાઉ પણ નવવધુની માતાના લગ્ન પણ કીન્નરોએ જ કરાવ્યા હતા. આમ વર્ષો પહેલા માતા ના લગ્ન બાદ તેમની દિકરીના લગ્ન પણ કિન્નરોએ કરાવીને સમાજમાં ઉદાહરણ પુરૂ પાડયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.