ગીતા મંદિર બસપોર્ટ અને નહેરુ નગર બસ સ્ટેશન પર ક્યોસ મશીન મૂકવામાં આવ્યા
અમદાવાદ, અમદાવાદ શહેરનું ગીતા મંદિર બસપોર્ટ જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થાય છે. અહીં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
જ્યારે ઓનલાઈન ટિકિટ બુક કરવાના કારણે વીન્ડો પર ભીડ ઓછી થાય છે. તેમ છતાં પણ મુસાફોરનો ટિકિટ માટે કતારમાં ઉભા ન રહેવું પડે તે માટે હવે ગીતા મંદિર બસપોર્ટ અને નહેરુ નગર બસ સ્ટેશન પર ક્યોસ મશીન મૂકવામાં આવ્યા છે.
જેના કારણે મુસાફરો જાતે ટિકિટ કાઢી શકશે. મુસાફરોની સુવિધા માટે ગુજરાતી અને એગ્રેજી એમ બે ભાષા આપવામાં આવી છે. ત્યાર બાદ ક્યાંથી, ક્યાં જવાનું છે, તેમજ પોતાની વિગત અને મોબાઈલ નંબર એડ કરીને એડવાન્સ તત્કાલ ટિકિટ બુક કરી શકશો. તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે.
આખી પ્રકિયા પૂર્ણ થયા બાદ રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ સાથે લિંક આવશે અને લિંક ઓપન કર્યા બાદ પીડીએફમાં ટિકિટની તમમા વિગત આવી જશે. જાે ટિકિટ રદ કરવાની હશે તો પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. મુસાફરો જાતે જ ટિકિટ મેળવી શકે તે માટે ગીતા મંદિર બસપોર્ટ પર મશીન મુકવામાં આવ્યું છે. જેમાં બે ભાષા રાખવામાં આવી છે.
ગુજરાતી અને અંગ્રેજી. તત્કાલ, એડવાન્સ ટિકિટ બુકીંગની સુવિધા તેમજ ટિકિટ રદના ઓપ્સન સાથે ઓનલાઈન પેમેન્ટ સુવિધા છે. જેથી લોકો પોતાની રીતે વિગત ભરીને ટિકિટ બુક કરી શકશે. પહેલા સ્ક્રિન પર ભાષાની પસંદગી કરવાની રહેશે. ત્યાર બાદ તત્કાલ, એડવાન્સ, દિવ્યાંગ બુકીંગ તેમજ ટિકિટ કેન્સલનું ઓપ્સન આવશે.
જેમાંથી એક ઓપ્સન પસંદ કર્યા બાદ વિગત ભરવાની આવશે. જેમાં ક્યાંથી, ક્યાં જવા માંગો છો અને મોબાઈલ નંબર બાદ બસની વિગતો આવશે. જેમાં કેટલી સિટી છે, તેની વિગત આવશે. જેમાંથી કઈ સિટ જાેઈએ છે તે બુક કર્યા બાદ ક્યુઆર કોડ આવશે અને ઓનલાઈ પેમેન્ટ થયા બાદ રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે. SS3SS