Kiran Patel BJP નેતાના ભાઈનો ૧૫ કરોડનો બંગલો પચાવી પાડ્યો

અમદાવાદ, PMOના ટોપના અધિકારી તરીકે ઓળખ આપીને J&Kમાં Z+ સુરક્ષા મેળવનારા કિરણ પટેલ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. જે બાદ કાશ્મીર પોલીસે આરોપી કિરણ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે વધુ એક ખુલાસો થયો છે. ઠગ કિરણ પટેલે પોતાને પ્રોપર્ટી બ્રોકર ગણાવીને ભાજપના નેતાના ભાઈને કથિત રીતે છેતર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
Kiran Patel grabbed 15 crore bungalow of BJP leader’s brother
અમદાવાદ Crime Branchમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, શીલજ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય જગદીશ ચાવડા કે જે ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ છે, તેઓએ આક્ષેપ મૂક્યો છે કે કિરણ અને તેની પત્ની માલિનીએ ૧૫ કરોડના તેમના બંગલા પર ગેરકાયદે રીતે કબજાે જમાવી દીધો છે.
કિરણે તેમને વાયદો કર્યો હતો કે, તે પૈસા ચૂકવશે કારણ કે તેને એક મોટા કોર્પોરેટ હાઉસ તરફથી મોટો પ્રોજેક્ટ મળવાનો હતો. ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ઠગ કિરણ પટેલે પોતાની ઓળખ પ્રોપર્ટી બ્રોકર તરીકે આપી હતી.
તેણે ફેબ્રુઆરી ૨૦૨૨માં તેમની પત્ની ઈલા ચાવડાનો સંપર્ક કર્યો હતો અને શીલજમાં આવેલા તેમનો બંગલો વેચવા માટે પૂછપરછ કરી હતી. થોડા દિવસો પછી ઠગ કિરણ પટેલ તેમને મળ્યો હતો અને બંગલો જાેયો હતો. જગદીશ ચાવડાના જણાવ્યા મુજબ, કિરણ પટેલે તેમને જણાવ્યું હતું કે તેને બંગલો રિનોવેશન કરવાનો શોખ છે અને પછી એવું આશ્વાસન આપ્યું હતું કે, રિનોવેશન બાદ તે બંગલો વેચી દેશે.
આરોપી કિરણ પટેલે એવું જણાવ્યું હતું કે, તે બંગલાનું રિનોવેશન કરશે અને પછી એને વેચી દેશે. આવા વાયદા કર્યા બાદ કિરણ પટેલે તેમની પાસેથી રુપિયા ૩૫ લાખ લીધા હતા. એ પછી તેઓ પોતાના વતન જૂનાગઢ જતા રહ્યા હતા. જ્યારે તેઓ પરત ફર્યા તો જાેયું કે ઠગ કિરણ પટેલે બંગલાની બહાર તેની નેમ પ્લેટ લગાવી દીધી હતી. એટલું જ નહીં કિરણ પટેલે બંગલાનું વાસ્તુ પૂજન પણ કર્યુ હતુ.
ફરિયાદી જગદીશ ચવાડાએ કરેલી ફરિયાદ મુજબ, જ્યારે કિરણ પટેલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, તે આ બંગલો ખરીદી લેશે. કિરણ પટેલે એવું જણાવ્યું હતું કે, તેને કોર્પોરેટ હાઉસમાંથી એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.
એનું પેમેન્ટ આવ્યા બાદ તે બંગલાના રુપિયા પણ ચૂકવી દેશે. બાદમાં કિરણ પટેલ બંગલાનું રિનોવેશન કર્યા વગર જ જતો રહ્યો હતો. એ પછી ઓગસ્ટ ૨૦૨૨માં જગદીશ ચાવડાને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટ તરફથી કિરણ પટેલ દ્વારા બંગલાના ગેરકાયદે કબજાનો આરોપ લગાવતા અને તેમની સામે દાખલ કરવામાં આવેલા દાવા અંગે નોટિસ મળી હતી.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાંચ કાશ્મીર પોલીસ પાસેથી આરોપી કિરણ પટેલની કસ્ટડી લેશે. જગદીશ ચાવડાએ જણાવ્યું કે, તેઓએ આઠ મહિના પહેલાં ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. મહત્વનું છે કે, શ્રીનગર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે કિરણ પટેલની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ ગયા સોમવારે આદેશો અનામત રાખ્યા હતા.SS1MS