નવું વર્ષ સૌથી પહેલા ક્રિસમસ આઇલેન્ડ ઉપર ઉજવવામાં આવ્યું: ક્યાં આવેલો છે જાણો છો?
ગુડબાય ૨૦૨૪, વેલકમ ૨૦૨૫-વિશ્વના ઘણાં દેશોમાં શાનદાર આતશબાજીનું આયોજન
(એજન્સી)ન્યુઝીલેન્ડ, ૨૦૨૪ના વર્ષને અલવિદા કહીને વિશ્વ નવું ૨૦૨૫ના વર્ષને આવકારવા માટે તૈયાર છે. જેને લઈનેકાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ અલગ સમયે શરૂ થાય છે.
નવું વર્ષ સૌથી પહેલા કિરીટીમતી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. તેનો સમય ભારતથી ૭.૩૦ કલાક આગળ છે. કુલ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. Kiritimati, the Christmas Island, becomes the first place in the world to enter 2024
ન્યુઝીલેન્ડના રહેવાસીઓએ પણ વર્ષ ૨૦૨૫નું જોરદાર સ્વાગત કર્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના ચથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણાં શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી કરવામાં આવી હતી. જેને લાખો લોકો લાઈવ નિહાળ્યું હતું. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (અમેરિકા)માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળ્યો હતો. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.
ન્યુઝીલેન્ડથી વર્ષ 2025નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી ચાલી રહી છે. જોકે શું તમે જાણો છો કે, નવું વર્ષ ૧લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. ૧ જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ ૧૫મી સદીમાં ઓક્ટોબર ૧૫૮૨માં શરૂ થયું હતું.
આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર ૧૦ મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિસિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ ૧ જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી ૧ જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. ૧૫મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ ૨૫ માર્ચ અથવા ૨૫ ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું.
રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને ૨ મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે. કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.
છેલ્લે નવા વર્ષની ઉજવણી દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નીયુ ટાપુઓમાં થાય છે. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ઘણા દેશો અલગ-અલગ સમયે નવા વર્ષની ઉજવણી કરશે. ભારત પહેલા ૪૧ દેશો એવા છે જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ પર નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ પર નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષને આવકારવા લોકો ભેગા થયા હતા. ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ ૨૦૨૫નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં લોકોએ આનંદ અને ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી નવા વર્ષને આવકાર્યુ છે. નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણા શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે.
સિડની (ઓસ્ટ્રેલિયા)માં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (યુએસએ) માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકાબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.