કિર્તી સુરેશે પ્રોફેશનલ જવાબદારી સાથે પરંપરા પણ જાળવી રાખી
મુંબઈ, સાઉથની ઈન્ડસ્ટ્રીમાં કિર્તી સુરેશને સંસ્કારી એક્ટ્રેસ કહેવામાં આવ્યો છે. ઉત્તેજક ડાન્સ અને રીવિલિંગ ડ્રેસની મદદ લીધા વગર ઓડિયન્સને પ્રભાવિત કરવાની ખૂબીએ જ કિર્તીને ટોચની એક્ટ્રેસ બનાવી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘બેબી જોન’માં વરુણ ધવન સાથે કિર્તી સુરેશનો લીડ રોલ છે.
ફિલ્મની રિલીઝના થોડા દિવસ પહેલાં જ કિર્તીના લગ્ન થયા હતા. લગ્ન બાદ તરત જ કિર્તી ‘બેબી જોન’ના પ્રમોશનમાં લાગી ગઈ હતી. પ્રમોશન દરમિયાન કિર્તિએ ગ્લેમરસ લૂક જાળવી રાખવાની સાથે લગ્ન વિધિ દરમિયાન પતિએ પહેરાવેલા મંગળસૂત્રને પણ પહેરેલું રાખ્યું છે.
હળદરના અર્કથી બનેલું પીળા દોરાનું આ મંગળસૂત્ર દક્ષિણ ભારતની પરંપરાનું અભિન્ન અંગ છે. લગ્ન વિધિ દરમિયાન પતિ દ્વારા પત્નીને આ મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે. પતિના દીર્ઘાયુ અને સ્વસ્થતાની કામના સાથે દરેક પત્ની આ મંગળસૂત્રન પોતાના હૃદયની સમીપ રાખે છે.
પરંપરાગત દક્ષિણ ભારતીય યુવતીની જેમ કિર્તિએ પણ આ પરંપરાનું પાલન કર્યું હતું. એટલું જ નહીં, કિર્તિએ તેને પોતાના વસ્ત્રો નીચે ઢાંકીને રાખવાના બદલે તરત જ ધ્યાને આવે તે રીતે પહેરેલું હતું. પરંપરાગત રીતે, લગ્ન સમયે પહેરેલા હલ્દી મંગળસૂત્રને થોડા દિવસ સુધી પહેરવાનું હોય છે. ત્યારબાદ સોનાનું મંગળસૂત્ર પહેરવામાં આવે છે. કિર્તીએ હજુ સુધી સોનાનું મંગળસૂત્ર પહેર્યું નથી.SS!MS