બોટાદમાં ભાજપ ઉમેદવારના પ્રચારમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો
બોટાદ, પ્રથમ તબક્કાના મતદાન માટે છેલ્લી ઘડીઓનો પ્રચાર ચાલી રહ્યો છે. બોટાદમાં ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં કમો કોઠારિયાએ પણ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.
સભામાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને મત આપવા અપીલ પણ કરાઈ હતી. બોટાદ ૧૦૭ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. કમો કોઠારીયા પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવેલો હોવાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં લોકો ડાયરા સાથે કમાને જાેવા હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જીતવા માટે અવનવા આયોજન કરતા હોય છે તો ક્યાંક સમર્થકો દ્રારા પણ નવતર પ્રયોગ સાથે વધુને વધુ પ્રચાર થઈ શકે તેવા આયોજન થતા હોય છે.
૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે, જેને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે બોટાદના નામી બિલ્ડર શ્રીજી આનંદધામ ડેવલોપર્સ ગ્રુપ દ્રારા કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન બોટાદના કાઠિયાવાડ જિન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ ૧૦૭ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને મત આપવા અને જીત અપાવવા અપીલ કરાઈ હતી.
હાલ લોકડાયરામાં કમો કોઠારીયા લોકોના આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે, ત્યારે કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં કમો આવતા લોકો કમાની એક ઝલક જાેવા ઉમટી પડ્યા હતા અને કમાને નિખાલસતા સાથે મંચ પર જાેઈ લોકો એ પણ આનંદની અનુભૂતિ કરી હતી.
હવે મતદાનના માત્ર બે દિવસ બાકી છે ત્યારે અવનવા આયોજન સાથે મતદારો સુધી પહોંચવાના પ્રયત્ન પક્ષના આગેવાનો ઉમેદવાર તેમજ સમર્થકો દ્રારા કરવામાં આવતા જાેવા મળે છે.SS1MS