વલસાડના ગૌ ધામના લાભાર્થે કિર્તીદાન ગઢવી અને વનિતા પટેલનો ડાયરો યોજાયો
(પ્રતિનિધિ) વલસાડ, અગ્નિવીર ગૌ સેવા દળ વલસાડ દ્વારા સંચાલિત ગૌ ધામના લાભાર્થે આગામી તારીખ ૧૧ માર્ચ ૨૦૨૩ના રોજ પરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુજવા પાથરી ખાતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી તેમજ સુર સમ્રાગીની વનિતાબેન પટેલ ડાયરાની રમઝટ બોલાવી હતી. વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ, સલવાવ ગુરુકુળના કપિલ સ્વામી સહિત અગ્રણીઓ અને કિન્નર સમાજના કિન્નરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ તિથલ રોડ ખાતે અગ્નિવીર ગૌ રક્ષક દળ દ્વાર સંચાલિત ગૌ ધામના લાભાર્થે ગત રાત્રીએ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌ ધામ ખાતે શહેરમાં રખડતા ગૌ વંશ અને ઇજા ગ્રસ્ત ગૌ વંશની સારવાર કરવામાં આવી રહી છે. વલસાડ અગ્નિ વીર ગૌ રક્ષક ટીમ દ્વારા છેલ્લા ૧ વર્ષથી ગૌ ધામની શરૂઆત કરવામાં આવ્યું છે. જેમાં ૧૭૦થી વધુ રસ્તા ઉપર રખડતા અને ઇજાગ્રસ્ત ગૌ ધનને આશ્રય આપી સારવાર કરવામાં આવે છે. સાથે ગૌ ધામ ખાતે ગૌ વંશની જાળવણી અને સેવા કરીને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમ દ્વારા કરવામાં આવતી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. વલસાડમાં રખડતા પશુ ઓને સાચવવા ગૌ ધામ બનાવવામાં આવ્યું છે. જેના લાભાર્થે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.. વલસાડ ખાતે અગ્નિવીર ગૌ રક્ષકની ટીમ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી શહેરમાં રખડતા ગૌ વંશની સારવાર કરવામાં આવી રહી છે, તિથલ રોડ ખાતે આવેલા ગૌ ધામ ખાતે કૂવા પડેલી ગાય કે અકસ્માતનો ભોગ બનેલા ગૌ ધનની સારવાર કરવામાં આવે છે.
રખડતા ગૌવંશની પ્રાથમિક સારવાર પણ કરવામાં આવે છે. વલસાડ ગૌ ધામ ના લાભાર્થે કીર્તિદાન ગઠવી અને વનીતાબેન પટેલે લોક ડાયરાની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં વલસાડ જિલ્લા સહીત આજુબાજુના વિસ્તારોમાંથી ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ અને સલવાવ ગુરુકુલના કપિલ સ્વામી તેમજ વલસાડ જિલ્લાના કિન્નર સમાજ ખાસ ઉપસ્થિર રહ્યા હતા. કિન્નર સમજે ગૌ ધામના લાભાર્થે રૂપિયાની ઘોર કરી હતી. ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઠવી અને વનીતાબેન પટેલે ગૌ માતા માટે ડાયરાની રણઝટ વોલવી શ્રોતાઓના મન જીતી લીધા હતા.