વડાલીમાં કિસાન સંમેલન યોજાયું

(પ્રતિનિધિ) વડાલી, સાબરકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ની જેમ તાજેતરમાં ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ધીરુભાઈ અંબાણીની જન્મ જયતીને ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સહભાગી સંસ્થા નરોત્તમ લાલભાઈના સંયુક્ત ઉપક્રમે ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે ઉદેશ્યથી વડાલીના વટપલ્લી મંદિર ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું પ્રસ્તુત કાર્યક્રમ બંને સંસ્થાના કાર્યક્ષેત્રના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના ગામો ૫૦૦ જેટલા ખેડૂત મિત્રો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ શાહના અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં બને સંસ્થાઓ કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ,ખેતી લક્ષી માર્ગદર્શન અને ખેતી લક્ષી યોજના વિષયક માર્ગદર્શન મેળવવા સફળ થયા હતા પ્રસ્તુત કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બંને સંસ્થાના કાર્યક્ષેત્રના ગામોમાંના શ્રેષ્ઠ સક્રિય ખેડૂત આગેવાનોની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેમના અનુભવોની ચર્ચા કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ કે.વી.કે ખેડબ્રહ્માના કૃષિ વૈજ્ઞાનિક વડા ડો જે.આર.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો ને ઓર્ગેનીક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો ,કે.વી.કે.ના વિવિધ નિદર્શનો તથા ઓર્ગેનીક ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,
કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થયેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા સરકારી વિભાગોના માર્ગદર્શન થકી આગળ વધો તેવી હાકલ કરી હતી.. કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો પી.ટી પટેલ સાહેબ દ્વારા સુધારેલ બિયારણ નો ઉપયોગીતાનું મહત્વ અને ઓર્ગેનિક ખેતી પદ્ધતિની વિસ્તૃત સમજણ ઉભી થાય તે માટે આવા અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં પર ભાર મુક્યો હતો