કિશનસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત ભાજપ દ્વારા પોતાના જ એક નેતાને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો હુકમ કમલમ કાર્યાલયમાંથી કરવામાં આવ્યો છે.
કિશનસિંહ સોલંકીને પક્ષમાં ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે કિશનસિંહ સોલંકીએ ગેરશિસ્ત કરી હોવાનો આ પહેલો પ્રસંગ નથી. ભૂતકાળમાં પણ તેમણે કેન્સવિલે ખાતે સંગઠનના નેતાઓ સાથે માથાકૂટ કરીને ગેરશિસ્ત કરી હતી.
જે-તે સમયે તેમને પક્ષની કામગીરીથી દૂર કરાયા હતા. આજે ફરીથી જ્યારે આ ઘટના બની છે ત્યારે પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવાયો છે.