“દેવ આનંદ જેવો દેખાતો હોવાથી મેં ઘણી બધી અભિનયની તકો ગુમાવી દીધી છે”

એન્ડટીવી પર લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈ અને હપ્પુ કી ઉલટન પલટનમાં કમિશનર રેશમ પાલ સિંહની ભૂમિકા ભજવતા કિશોર ભાનુશાલીએ ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં વિવિધ કોમેડી ભૂમિકા ભજવી છે. આ અભિનેતા દંતકથા સમાન દેવ આનંદના હમશકલ તરીકે વ્યાપક રીતે ઓળખાય છે. તેણે સતત ઉત્તમ અભિનયથી પડદા પર અને સ્ટેન્ટ-અપ કોમેડી સાથે મંચ પર દર્શકોનું મન જીતી લીધું છે. અમારી સાથે એક મજેદાર વાર્તાપમાં અભિનેતા આ પ્રવાસમાં તેના ઉતારચઢાવનો આલેખ આપે છે.
1. હું હંમેશાં અભિનેતા તરીકે કામ કરવા માગતો હતો?
મેં ક્યારેય અભિનયમાં કારકિર્દી ઘડવાનું વિચાર્યું નહોતું. હું માનું છું કે મારો જન્મ નાનો પારિવારિક વેપાર ચલાવવા માટે થયો હતો. જોકે હું યુવાન હતો ત્યારે મને એક છોકરાએ કહ્યું કે તું દેવ આનંદ જેવો દેખાય છે. તે અભિનેતા કોણ હતો તેની મને જાણ નહોતી, કારણ કે તે સમયે ફક્ત રાજેશ ખન્નાજી જ સુપરસ્ટાર તરીકે ઓળખાતા હતા.
આ પછી ઉત્સુકતાથી મેં દેવ આનંદની ફિલ્મ યહ ગુલિસ્તાં હમારા પહેલી વાર જોઈએ. તે સમયે મારી સ્કૂલમાં વેકેશન હતું. આ પછી હું જ્વેલ થીફ જોવા ગયો અને ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે હું ખરેખર દેવ આનંદ જેવો દેખાઉં છું. આ પછી મેં અરીસાની સામે ઊભા રહીને તેની નકલ કરવાનું શરૂ કર્યું અને હવે 50 વર્ષથી મારું નામ તેની સાથે જોડવામાં આવે છે અને લોકો મને દેવ આનંદની હમશકલ તરીકે ઓળખે છે.
2. દેવ આનંદ જેવો દેખાતો હોવાથી મનોરંજન ઉદ્યોગમાં બ્રેક લેવામાં મદદ થઈ?
ના, મેં કામ મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. ઘણા બધા લોકો માનશે નહીં પરંતુ હું દેવસાહબ જેવો દેખાતો હોવાથી અભિનયની ઘણી બધી તકો ગુમાવી છે. જોકે મેં ક્યારેય હાર માની નહીં. હું હંમેશાં માનતો રહ્યો છું કે મન હોય તો માળવે જવાય જ છે. આથી હું ક્યારેય અટક્યો નથી અને ધીમે ધીમે બધું મારી તરફેણમાં આવી ગયું.
3. તું દેવ આનંદને પહેલી વાર ક્યારે મળ્યો હતો?
હું દેવ આનંદ સરને પહેલી વાર મળ્યો ત્યારે બહુ નાનો હતો અને મને અભિનયમાં રસ છે એમ તેમને કહ્યું હતું. તેમણે મને આ દુનિયામાં આવવા પૂર્વે મારો અભ્યાસ સૌપ્રથમ પૂરો કરવાની મને સલાહ આપી હતી. મારો તેમને માટે પ્રેમ અને અભિનય માટે મારી લગની ચાલુ રહેશે. આજે હું કિશોર કી આવાઝ દેવ કા અંદાઝ ત્રણ- કલાકનો સ્ટેન્ડ-અપ કોમેડી શો કરું છું, જેમાં કોમેડી સાથે હું ગાઉં પણ છું. હું ત્રણ દાયકાથી આ ક્ષેત્રમાં છું અને દેવજીને આભારી મેં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
4. બોલીવૂડમાં તારા પ્રવાસને કઈ રીતે જુએ છે?
બોલીવૂડમાં મારો પ્રવાસ ઉતારચઢાવવાળો રહ્યો ચે. 1980માં મેં દેવ આનંદની નકલ કરતાં ઘણાં બધાં ડાન્સ રેકોર્ડિંગ્સ કર્યાં છે, જેમાં હું રોજ એકથી બે રૂપિયા કમાતો હતો. જોકે મારો પરિવાર અભિનયની વિરુદ્ધ હતો, જેથી મને પરણાવી દેવાયો અને અમારો નાનો પારિવારિક ધંધો ચલાવવા માટે મને મજબૂર કર્યો.
હું ત્રણ બેથી ત્રણ વર્ષ સુધી મારા પારિવારિક વેપાર સાથે સંકળાયેલો રહ્યો હતો, પરંતુ મને સારું લાગતું નહોતું. એક દિવસ અભિનેતા મોહન જોશી સરજીએ મારો સંપર્ક કર્યો અને મને દેવ આનંદનીનકલ કરતો શો કરવા કહ્યું. આ પછી મને પાગલખાનામાં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. શૂટિંગ સમયે રઝા મુરાદજીએ મેં જોયો અને મારી સ્ક્રીન પર હાજરી વધારવાનું સૂચન કર્યું. આમ, મારો પ્રવાસ શરૂ થયો.
આ પછી અદિ ઈરાણીએ મને તેના ભાઈ ઈન્દ્ર ઈરાણીજી સાથે મુલાકાત કરાવી, જે આમિર ખાન અને માધુરી સાથે દિલ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. તેણે મને પારસી હાઉસમાં મળવા માટે બોલાવ્યો, જે હવે મન્નત (શાહરુખ ખાનનું ઘર) તરીકે ઓળખાય છે. પહેલા દિવસે માટે ભીડના દ્રશ્યમાં કાસ્ટ કરાયો, પરંતુ ઘણાં વર્ષો સુધી સંઘર્ષ પછી મને કમસેકમ આ મોકો મળ્યો તે બદલ મને ખુશી થઈ હતી.
ભીડની અંદર શો આપવા મેં કશુંક બહુ જ અદભુત કર્યું, જેથી ઈન્દ્ર સર પ્રભાવિત થયા અને બીજા દિવસે તેમણેમને અનુપમ ખેરજી સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો આપ્યો, જે મેંએક શોટમાં કરતાં આમિર ખાન અને અન્યો પ્રભાવિત થઈ ગયા. ઈન્દ્ર સરે મને ફિલ્મમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કાસ્ટ કર્યો, જે માટે મને બી આર ચોપરા સર પાસેથી પુરસ્કાર મળ્યો હતો. હું તે દિવસથી અભિનય, ગાયન અને સ્ટેન્ડ-અપ કોમેડીમાં છું અને તે ચલુ રાખવા માગું છું.
5. ભાભીજી ઘર પર હૈમાં કઈ રીતે કામ મળ્યું?
ભાભીજી ઘર પર હૈ સાથે મારો રવાસ આસીફ શેખને લીધે શરૂ થયો, જેને હું વર્ષોથી જાણું છું અને મારો પ્રિય મિત્ર છે. તેણે મને શોના ડાયરેક્ટર શશાંક બાલી સાથે શોમાં વિવિધ ભૂમિકા માટે ઓળખ કરાવી આપી. શશાંકજીએ તુરંત મને એક દિવસ માટે અનિતા ભાભીના અંકલની ભૂમિકા આપી અને ત્યાર પછી મને કમિશનર રેશમ પાલ સિંહની ભૂમિકા માટે કોલ આવ્યો. આ પછી મને 2019માં હપ્પુ કી ઉલટન પલનમાં કામ મળ્યું. અને હવે હું એકસમાન પાત્ર સાથે બે શો કરી રહ્યો છું, જે માટે બેહદ ખુશ છું.
6. કમિશનર રેશન પાલ સિંહનું તારું પાત્ર આટલા લાંબા સમય સુધી ચાલતું રહેશે એવુ તેં વિચાર્યું હતું?
મને કમિશનરની ભૂમિકા ઓફર કરાઈ ત્યારે તે ભજવી શકીશ કે કેમ તેની ખાતરી નહોતી. જોકે તેમણે મને લૂક ટેસ્ટ માટે બોલાવ્યો અને હું આવ્યો ત્યારે ક્રિયેટિવ ટીમને મને સંપૂર્ણ મેકઓવર આપ્યો, જેમાં નકલી દાઢી અને વિગ આપ્યા. તેમણે મારા ફોટો ચેનલને મોકલ્યો, પરંતુ તેમને મારો દેખાવ ગમ્યો નહીં અને તેમાં હાસ્ય ઊપજતું નહોતું.
આથી દેખાવ બદલવા સૂચવ્યું. ક્રિયેટિવ ટીમે બદલાવ કર્યો અને ચેનલને મારો આખરી લૂક ગમી ગયો. જોકે સમય વીતવા સાથે મારા પાત્રમાં હું ઊંડાણમાં ઊતર્યો અને મારા ચાહકો પાસેથી સારો પ્રતિસાદ મળવા લાગ્યો. અને હા, કોઈ અભિનેતાને બે શોમાં એકસમાન પાત્ર ભજવવાનો મોકો મળે એવું ભાગ્યે જ બનતું હોય છે. આથી હું પોતે બહુ ભાગ્યશાળી માનું છું.
7. તું અન્યોનું મનોરંજન કરવા માટે કામ કરે છે ત્યારે પોતાને મનોરંજિત રાખવા માટે શું કહે છે?
મને જ્યારે પણ સમય મળે ત્યારે આસીફજી, રોહિતાશ અને યોગેશ સાથે અમારા શો અને રંગમંચના દિવસો વિશે ચર્ચા કરું છું. સીન્સની પ્રેક્ટિસ કરવા સમયે અમે ઘણી વાર અમારા ભૂતકાળના અનુભવો પરથી હસીમજાક કરીએ છીએ. હું ગાયક પણ છું, જેથી મને તક મળે ત્યારે માહોલ નિર્માણ કરું છું અને કિશોર દા, મહંમદ રફી અને આરડી બર્મનના અવાજમાં ગાઈને બધાનું મનોરંજન કરું છું.
8. કોઈ સપનાનું કામ છે?
મારા જીવનનું સૌથી મોટું સપનું પ્રિયદર્શિની, મણિ રત્નમ અને રામ ગોપાલ વર્મા સાથે ક્યારેય કામ કરવા મળે એવું છે.