Western Times News

Gujarati News

શહેરા નગરપાલિકા હોલ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરના નાડા રોડ ખાતે આવેલા નગરપાલિકા હોલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા કિશોરી કુશળ મેળાનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમા શહેરા તાલુકામાથી આવેલી કિશોરીઓને આરોગ્ય અને શિક્ષણને લગતી માહિતી આપવામા આવી હતી. અહી ઉભા કરવામા આવેલા સ્ટોલોની પણ કિશોરીઓએ મુલાકાત લઈ વિવિધ જાણકારીઓ મેળવી હતી,આ કાર્યક્રમમા તાલુકા પંયાયત કચેરીના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ સહીત આંગણવાડી કાર્યકર બહનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આજની કિશોરીએ ભવિષ્યની ની માતા છે.અને એ કિશોરી જ્યારે કુશળ હશે તો તે ભવિષ્યમાં લગ્ન બાદ જન્મ આપનાર બાળક પણ કુશળ હશે, અને માતા સુપોષિત હશે તો તેનુ બાળક પર સ્વસ્થ જન્મશે,આવી એક સામાજીક સમજણ આજની કિશોરીઓમાં આવે તે હેતુથી શહેરા નગરપાલિકા હોલ ખાતે કિશોરીમેળાનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી કિશોરીઓ હાજર રહી હતી.મહિલા અને બાળકલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો તથા પુર્ણા યોજના હેઠળ સશક્ત અને શુપોષિત કિશોરી અભિયાન શરુ કરવામા આવ્યુ છે.

જેના ભાગરુપે આ કિશોરીમેળાનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. કિશોરીઓ આરોગ્ય પોષણ અને શિક્ષણ વિશે ઉંડાણપુર્વક સમજ આપવામા આવી હતી. અહીથી કિશોરીએ જે માર્ગદર્શન આપવામા આવ્યુ છે. તે યાદ રાખશે તો પોતે તેના ભવિષ્યમાં કામ લાગશે અને સુપોષિત માતા બનશે અને સુપોષિત દેશનુ નિર્માણ થશે તે સંદેશો આપવામા આવ્યો હતો.

શહેરાનગર પાલિકાના હોલની બહાર આઈસીડીએસ વિભાગ તેમજ અન્ય વિભાગોના સ્ટોલો પણ ઉભા કરવામા આવ્યા હતા.જેની કિશોરીઓએ પણ મુલાકાત લીધી હતી.કિશોરીઓને પ્રમાણપત્ર પણ આપવામા આવ્યા હતા. આ પ્રસંગે પણ જીલ્લા પંચાયત વિભાગ,પંચમહાલના પ્રોગામ ઓફીસર રમીલાબેન, શહેરા આઈસીડીએસ વિભાગના સીડીપીઓ સુમનબેન પટેલ,તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા, સહિત તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના પદાધિકારીઓ,આરોગ્ય વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારની આગંણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.