‘કિસિક’ ગર્લનું કાર્તિક આર્યનની ફિલ્મથી બોલિવૂડમાં આગમન
મુંબઈ, સાઉથના ઓડિયન્સમાં લોકપ્રિય બનેલી શ્રીલીલાના બોલિવૂડ આગમનનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. ‘પુષ્પા ૨’માં કિસિક ગીતના કારણે જાણીતી બનેલી શ્રીલીલાને કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં લીડ રોલ મળી શકે છે. ‘તુ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરી’માં લીડ રોલ માટે શ્રીલીલા ફાઈનલ હોવાનું મનાય છે.
આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનારા કરણ જોહરે ફરી એક વાર આ જોનર પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે. કરણ જોહરની જૂની સ્ટાઈલ મુજબની સ્ટોરી અને કેરેક્ટર રાખવાના બદલે આ ફિલ્મમાં ઓડિયન્સના બદલાયેલા મિજાજને ધ્યાને રાખવામાં આવે તેવી શક્યતા છે.
કાર્તિક આર્યનની લીડ રોલ માટે પસંદગી કરીને કરણ જોહરે પણ આ અંગે સંકેત આપી દીધો છે. અગાઉ કાર્તિક અને કરણ વચ્ચે અણબનાવ હોવાનું કહેવાતું હતું. કરણે કાર્તિકને પોતાની એક બિગ બજેટ ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. કરણ જોહરની નારાજગી બાદ એક્ટર્સની પડતી થતી હોવાના કિસ્સા અગાઉ બનેલા છે, પરંતુ કાર્તિકને આ નારાજગીની કોઈ અસર થઈ ન હતી.
કાર્તિક આર્યને બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં સ્થાન મેળવી લીધું છે. ઓડિયન્સે કાર્તિકને દિલથી સ્વીકારી લીધા પછી કરણ જોહરે પણ જૂની કડવાશ ભૂલાવી કાર્તિક સાથે દોસ્તી કરી લીધી છે. જેના ભાગરૂપે કરણ અને કાર્તિક ‘તુ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરી’ બનાવી રહ્યા છે.
જૂની અને જાણીતી એક્ટ્રેસના બદલે કાર્તિકની સાથે લીડ રોલમાં ળેશ ચહેરાને લેવાની કરણ જોહરની ઈચ્છા છે. શ્રીલીલાને ‘કિસિક’ પછી બધા ઓળખતા થઈ ગયા છે. આ બાબતે ધર્મા પ્રોડક્શન અને શ્રીલીલા તરફથી કોઈ વાત જાહેર થઈ નથી. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.SS1MS