ડભોઈમાં વરસાદને કારણે પંડાલમાં પાણી ભરાતા પતંગના વેપારીઓ ચિંતામાં
અમદાવાદ, ઉત્તરાયણ પહેલા વરસાદે પતંગના વેપારીઓની ચિંતા વધારી છે. વડોદારા ડભોઈ અને શિનોર પંથકમાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાયાં હતા. ડભોઇ નગરના અચાનક વરસાદ શરૂ થતા પતંગ અને દોરીના વેપારીઓ દોડતા થયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે મોટા પાયે નુકશાન થયું છે. તો શિનોરમાં સાધલીમાં કમોસમી વરસાદીથી પતંગ બજારમાં સન્નાટો છવાયો છે.
પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકો પોતાની દુકાનો ખાલી કરવા મજબુર બન્યા છે. પતંગો પલડી જતા વેપારીઓને માથે આભ તૂટ્યું હતું. ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે વરસાદ પડ્યો છે. માંડ આજથી ઘરાકી શરૂ થઈ અને વરસાદે પતંગ બજારમાં પાણી ફેરવી નાખ્યું હતું. વેપારીઓને રાતાપાણી રોવાનો વારો આવ્યો છે. ડભોઇ પંથકમાં વરસાદનું જાેર વધ્યું છે. તાલુકાના મંડાળા, મોટા હબીપુરા, શિનોર ચાર રસ્તા સહિત વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે.
રોડ રસ્તા પાણી પાણી થયા છે. ખેડૂતોની ચિંતામાં થયો વધારો છે. ભર શિયાળે માવઠું વરસતા કપાસ, ડાંગર, દિવેલા, તુવેર પકવતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. વડોદરા ના શિનોર તાલુકામાં વરસાદી માહોલ છે. શિનોર તાલુકામાં દિવસભર વાદળછાયું વાતાવરણ બન્યું હતું. આખા દિવસભર સુરજ દાદાના દર્શન દુર્લભ હતા. શિનોરના સાધલીમાં કમોસમી વરસાદી છાંટા પડતા પતંગ બજારમાં સન્નાટો છવાયો છે. પતંગ દોરીના દુકાન ધારકોમાં ફાફડાટ ફેલાયો છે.
પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકોની હાલત કફોળી બની છે. પતંગ બજારમાં પતંગ દોરીની દુકાનો લઇ બેઠેલા દુકાન ધારકો પોતાની દુકાનો ખાલી કરવા મજબુર બન્યા છે. ચાલુ વરસાદી છાંટા વચ્ચે દુકાનો ખાલી કરી હતી. આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાના ડભોઈ, શિનોર, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.
દાહોદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગરબાડા, ધાનપુર, લીમખેડા, દેવગઢ બારિયા, સંજેલી સહિત વિસ્તારોમાં કમોમસી વરસાદ વરસ્યો છે. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.
તો આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર નગર સહિત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ નોંધાયો છે. કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિતનાં પાકોને નુકસાની જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. તો મોડી રાત્રે વરસાદ વરસતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં જીનમા મુકેલ કપાસનો પાક પલળી ગયો છે. SS1SS