કિયારા અડવાણી અને આલિયા ભટ્ટ સાથે રિતિકની એક્શન ફિલ્મો ધૂમ મચાવશે
છેલ્લા પાંચ વર્ષનું સાટું વાળતો હોય તેમ ૨૦૨૫માં રિતિકની ત્રણ બિગ બજેટ ફિલ્મોનું આયોજન છે
શાહરૂખના રસ્તે રિતિકઃ એક વર્ષમાં ત્રણ બિગ બજેટ ફિલ્મનું આયોજન
મુંબઈ,
શાહરૂખ ખાને લાંબા કમબેક બાદ પણ એક્ટર્સને સફળતા મળી શકતી હોવાનું સાબિત કર્યું છે. ૫૮ વર્ષ વટાવ્યા પછી પણ ‘જવાન’ બનેલા શાહરૂખે ૨૦૨૩ના વર્ષમાં બોક્સઓફિસ પર સપાટો બોલાવ્યો હતો અને ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી પાંચ વર્ષનું સાટું વાળી દીધું હતું. રિતિક રોશને પણ શાહરૂખ પાસેથી પ્રેરણા લઈને ૨૦૨૫ના વર્ષમાં બોક્સઓફિસ પર છવાઈ જવાની તૈયારી કરી છે. આ વર્ષે રિતિક રોશનની ત્રણ બિગ બજેટ ફિલ્મોનું આયોજન થયેલું છે.છેલ્લા પાંચ વર્ષમાં રિતિકની ત્રણ ફિલ્મો રિલીઝ થયેલી છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં રિતિકની કોઈ ફિલ્મ આવી ન હતી. ૨૦૨૨માં ‘વિક્રમ વેધા’, ૨૦૨૩માં ‘ટાઈગર ૩’માં રિતિકનો ઉલ્લેખ હતો.
૨૦૨૪માં ‘ફાઈટર’ રિલીઝ થઈ હતી. રિતિકની બંને ફિલ્મો ખાસ ચાલી ન હતી. છેલ્લા પાંચ વર્ષનું સાટું વાળતો હોય તેમ ૨૦૨૫માં રિતિકની ત્રણ બિગ બજેટ ફિલ્મોનું આયોજન છે. સંજોગવશાત રિતિકની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને પણ ૨૫ વર્ષ થઈ રહ્યાં છે.આમ કરિયરની સિલ્વર જ્યુબિલિને શાનદાર રીતે ઉજવવા રીતે કમર કસી છે. રિતિક રોશનના ડાન્સ મૂવ્સ અને એક્શન સાથેના સ્વેગને ‘વોર’માં ખૂબ પ્રશંસા મળી હતી. ટાઈગર શ્રોફ સાથેની આ ફિલ્મની સીક્વલ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રિતિક રોશન નવી પેઢીની એક્ટ્રેસ કિયારા અડવાણી સાથે જોડી જમાવશે. સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર વિલનનો રોલ કરશે.
રસપ્રદ વાત એ છે કે, જુનિયર એનટીઆરનો લીડ રોલ ધરાવતી ‘દેવરા’માં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને વિલનનો રોલ કર્યાે હતો. આ ફિલ્મ ખાસ ચાલી ન હતી ત્યારે જુનિયર એનટીઆરની વિલનગીરી ફિલ્મને કેટલો લાભ કરાવે છે તે જોવું રહ્યું. ‘વોર ૨’નું શૂટિંગ ફેબ્›આરી ૨૦૨૪માં શરૂ થયું હતું.દિલધડક એક્શન સીક્વન્સવાળી આ ફિલ્મના ક્લાઈમેક્સનું મુંબઈમાં શૂટિંગ થયું છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો સિક્કો જમાવવામાં આ ફિલ્મ મહત્ત્વની હોવાથી પ્રોડક્શન હાઉસે દિલ ખોલીને ખર્ચ કર્યાે છે. ઈન્ડિયન સુપર હીરોને દર્શાવતી ક્રિશની તમામ ફિલ્મો ઓડિયન્સને ખૂબ પસંદ આવેલી છે. રિતિક ફરી એક વાર ક્રિશના રોલમાં જોવા મળશે.
રિપોટ્ર્સ મુજબ, જુલાઈ મહિના આસપાસ ‘ક્રિશ ૪’નું શૂટિંગ શરૂ થઈ શકે છે. ‘વોર ૨’નું શૂટિંગ પૂરું થયા પછી રિતિક હોમ પ્રોડક્શન ફિલ્મની શરૂઆત કરશે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રિતિકની ‘અગ્નિપથ’ બનાવનારા કરણ મલહોત્રા ફિલ્મનું ડાયરેક્શન કરશે, જ્યારે રિતિકના પિતા રાકેશ રોશન પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને યુરોપમાં થવાનું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થવામાં ઘણો સમય લાગ્યો હતો અને નવી પેઢીના ઓડિયન્સને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટ પણ બની ગઈ છે. રિતિકના હાથ પરની ત્રીજી ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો ભાગ છે. ‘આલ્ફા’ ફિલ્મ સાથે લેડી સ્પાયના સાહસો પર ફિલ્મ બની રહી છે, જેમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં રિતિક રોશન એજન્ટ કબીર તરીકે એક્સટેન્ડેટ કેમિયો કરવાનો છે. સ્પાય યુનિવર્સના ક્રોસ ઓવરમાં એજન્ટ કબીરની આ પ્રથમ ફિલ્મ હશે. રિતિકે મુંબઈ ખાતે આલ્ફાનું શૂટિંગ પૂરું કરી લીધું છે. રિતિકના હાથ પર હાલ ત્રણ મોટી એક્શન ફિલ્મો છે. તેમાંથી ‘વોર ૨’ અને ‘આલ્ફા’ આ વર્ષે રિલીઝ થવાની છે. ‘ક્રિશ ૪’ને આગામી વર્ષે રિલીઝ કરાય તેવી શક્યતા છે. ss1