KKK ૧૧ના કન્ટેસ્ટન્ટ્સે મુંબઈ આવતા પહેલાં ખુબ મસ્તી કરી
મુંબઈ: ૪૫ દિવસ કેપટાઉનમાં રહ્યા બાદ ખતરો કે ખિલાડી ૧૧ના કન્ટેસ્ટન્ટ્સ આખરે મુંબઈ આવવા માટે રવાના થયા છે. કન્ટેસ્ટન્ટ્સે કેપટાઉનને અલવિદા કહી દીધું છે. કેપટાઉથી મુંબઈ નીકળતા પહેલા તમામ પોતપોતાની ગેંગ સાથે ત્યાંની ગલીઓમાં રખડવા માટે નીકળી ગયા હતા. તેમણે ત્યાંથી તસવીરો પણ શેર કરી હતી. દિવ્યાંકા ત્રિપાઠી કેપટાઉનના બેસ્ટ કેફેમાં ગઈ હતી. તે કોફીની મજા માણતી હોય તેવી તસવીર શેર કરી હતી. આ કેફેમાં વિન્ટેજ કાર રાખવામાં આવી હતી,
જેની ઝલક દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાડી હતી. ખતરો કે ખિલાડી ૧૧ની સૌથી નાની ઉંમરની કન્ટેસ્ટન્ટ અનુષ્કા સેને ફ્લાઈટમાંથી તસવીર શેર કરી હતી. આ સાથે ઈન્સ્ટાગ્રામ પર તેના ૨૦ મિલિયન ફોલોઅર્સ થતાં તેણે ફેન્સનો આભાર પણ માન્યો હતો. રાહુલ વૈદ્ય શોપિંગ માટે ગયો હતો અને કેપટાઉન છોડતાં પહેલા છેલ્લીવાર ગેંગ સાથેની તસવીર પણ શેર કરી હતી. તેણે અલગ-અલગ શેડ્સના મોંઘા ગોગલ્સ ખરીદ્યા હતા. દરેક કન્ટેસ્ટન્ટ્સ ફરવા ઉપડી ગયા હતા. ત્યારે વરુણ સૂદ અને અભિનવ શુક્લા રાઈફલ શૂટિંગ માટે ગયા હતા.
જેની તસવીરો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને અનુભવ પણ વર્ણવ્યો છે. અર્જુન બિજલાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે સના મકબૂલ અને શ્વેતા તિવારી સાથે વાતચીત કરતાં જાેવા મળી રહ્યો છે.
શ્વેતા તિવારી વીડિયોમાં બાળકો પાસે પાછા ફરવાની ખુશી વ્યક્ત કરી રહી છે. તો સના પણ કહે છે કે, ‘અહીંયા પણ શ્વેતા આખો દિવસ મોબાઈલમાં રહેતી હતી’. તો શ્વેતાએ કહ્યું ‘આના સિવાય મારી પાસે બીજાે કોઈ વિકલ્પ નથી’ શ્વેતા તિવારી પણ વીડિયો શેર કર્યા છે. જેમાં ત્રણેય કેપટાઉનમાં ફરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં શ્વેતા, અર્જુનને કેપટાઉનમાં તેની ફેવરિટ ડિશ વિશે પૂછતાં જાેવા મળી રહી છે. જેના જવાબમાં અર્જુન ‘ચિકન અને બ્રાઉન રાઈસ’ કહે છે.
શ્વેતાએ જે વીડિયો શેર કર્યા છે તેમાં ત્રણેય મસ્તી કરતાં પણ જાેવા મળી રહ્યા છે. સના મકબૂલે પણ કેપટાઉન છોડતાં પહેલા અભિનવ શુક્લા અને અર્જુન બિજલાની સાથે તસવીર શેર કરી હતી. આ સિવાય એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે અર્જુન અને શ્વેતા સાથે કોફી પીતા જાેવા મળી હતી.