KKK ૧૧ માટે સાસુએ અભિનવને શુભેચ્છા પાઠવી
બિગ બોસ બાદ અભિનવ શુક્લા ખતરો કે ખિલાડી ૧૧માં ભાગ લેવાનો છે, જેનું શૂટિંગ કેપટાઉનમાં શરુ થઈ ગયું છે
મુંબઈ: વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૪માં ભાગ લીધા બાદ અભિનવ શુક્લા એક જાણીતું નામ બની ગયો છે. હવે તે સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી ૧૧’માં ભાગ લેવાનો છે અને માટે તે પોતાના કો-કન્ટેસ્ટન્ટ્સ સાથે સાઉથ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયો છે. અભિનવ શુક્લાના સાસુ શકુંતલા દિલૈકે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના જમાઈને ‘ખતરો કે ખિલાડી ૧૧’ માટે ‘બેસ્ટ ઓફ લક’ કહ્યું છે. આ સાથે તેમણે અભિનવને પોતાના ગેમ પર ફોકસ કરવામાં કહ્યું છે તેમજ તેમણે વચન આપ્યું છે કે, તેઓ રુબિના દિલૈકનું ધ્યાન રાખશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રુબિના દિલૈક શિમલા સ્થિત ઘરે ક્વોરન્ટિન થઈ છે. જ્યારે અભિનવ ‘ખતરો કે ખિલાડી ૧૧’માં વ્યસ્ત છે. પોતે કોરોનાથી સંક્રમિત થઈ હોવાની માહિતી રુબિનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
સાથે તેણે જણાવ્યું હતું કે, તે ૧૭ દિવસ સુધી હોમ ક્વોરન્ટિન રહેશે. આ સિવાય તેણે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી. અભિનવ શુક્લા અને રુબિના દિલૈક સાથે બિગ બોસ ૧૪માં ભાગ લીધો હતો. રુબિના શો જીતી હતી જ્યારે અભિનવને પોપ્યુલારિટી મળી હતી. બિગ બોસ ખતમ થયા બાદ કપલ નેહા કક્કડના આલ્બમ સોન્ગ ‘મરજાણિયાં’માં જાેવા મળ્યું હતું.
બિગ બોસ ૧૪માં ભાગ લીધા બાદ રુબિના દિલૈકે જણાવ્યું હતું કે, તેણે અને અભિનવે અનેક પ્રયાસો કર્યા છતાં તેમનું લગ્નજીવન મુશ્કેલીમાં મૂકાયું હતું. વાત છેક ડિવોર્સ લેવા સુધી પહોંચી ગઈ હતી. જાે કે, બિગ બોસ ૧૪માં ભાગ લીધા બાદ બંને ફરીથી એકબીજાની નજીક આવ્યા છે. આટલું જ નહીં, મહામારીની સ્થિતિ થોડી હળવી જાય ત્યારે ફરીથી ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો રુબિના અને અભિનવનો પ્લાન છે.