Western Times News

Gujarati News

KKRનો વરુણ ચક્રવર્તી લગ્નના બંધનમાં બંધાયો

નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ શુક્રવારે ચેન્નઈમાં લાંબા સમયની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કરી લીધા. બંને જણા વર્ષની શરૂઆતમાં લગ્ન કરવાના હતા. જાેકે કોરોના વાયરસની મહામારીના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા. જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારે વરુણ અને નેહા અલગ-અલગ શહેરોમાં રોકાયેલા હતા. વરુણ ચેન્નઈમાં હતો અને મે-જૂનમાં તેનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં હતો, જ્યારે નેહા મુંબઈમાં લોકડાઉનમાં ફસાઈ હતી.

બંનેએ લગ્ન કરવા સાથે સ્ટેજ પર જ ક્રિકેટ રમીને આ પળોનો ખૂબ આનંદ ઉઠાવ્યો. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વરુણ ચક્રવર્તી નેહાને કેટલાક ફેંકે છે, જ્યારે પરિવાર તથા મિત્રો તેની આસપાસમાં ઊભેલા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટથી વરુણ ચક્રવર્તીના લગ્નના ફોટો તથા વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નેહાએ છેલ્લા બોલ પર વરુણની મિસ્ટ્રી જાણી લીધી અને સ્ટાઈલિશ સ્ક્વેર કટ શોટ માર્યો.

કેકેઆરે પોસ્ટ શેર કરતા લખ્યું, વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરને નાઈટ રાઈડર્સ પરિવાર તરફથી ખૂબ શુભકામનાઓ. હવે તેમની યાત્રા પતિ-પત્નીના રૂપમાં શરૂ થઈ. ઉલ્લેખનીય છે કે વરુણ ચક્રવર્તી માટે આઈપીએલ ૨૦૨૦ની સીઝન શાનદાર રહી હતી. તેણે ૧૩ મેચોમાં ૧૭ વિકેટ મેળવી હતી.

 

જેમાં દિલ્હી કેપિટલ્સ સામે ૨૦ રન આપીને પાંચ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ આઈપીએલ ૨૦૨૦માં કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ પ્રદર્શનના દમ પર વરુણને ભારતીય ટીમમાં સિલેક્ટ કરાયો હતો. વરુણને ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ ઈજાના કારણે તે પ્રવાસથી બહાર થઈ ગયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.