બ્રિટનના સાઉથપોર્ટમાં છરી વડે હુમલો, બાળકો સહિત ૮ લોકો ઘાયલ
બ્રિટન, બ્રિટનમાં સોમવારે એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકુ વડે હુમલો કર્યાે હતો. સાઉથપોર્ટમાં અનેક લોકોને છરા માર્યા હોવાના અહેવાલને પગલે મર્સીસાઇડ પોલીસે એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.
પોલીસે તેની પાસેથી એક છરી પણ કબજે કરી છે.મળતી માહિતી મુજબ આ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસે સાઉથપોર્ટમાં આ હુમલાને અંજામ આપનાર આરોપીઓ પર ‘હત્યાના પ્રયાસ’નો આરોપ લગાવ્યો છે.
સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે સાઉથપોર્ટમાં છરાબાજીની મોટી ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. મર્સીસાઇડ પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓએ આરોપીની ધરપકડ કરી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા છે.થોડા અઠવાડિયા પહેલા પૂર્વી ઈંગ્લેન્ડના એક શહેરના એક પાર્કમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
બ્રિટિશ પોલીસે આ માહિતી આપી હતી. ૧૬ વર્ષના છોકરા પર હત્યાનો આરોપ હતો. આરોપી હત્યારો સગીર હતો.મૃતકની ઓળખ આશિષ સચદેવ નાહર તરીકે થઈ હતી. આ હત્યા કેસમાં આરોપી કિશોરને લ્યુટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
બેડફોર્ડશાયર પોલીસ અધિકારીઓને ૨૫ વર્ષીય નાહર જ્યુબિલી પાર્ક, બેડફોર્ડમાં છરીના ઘાથી પીડાતા જોવા મળ્યા.એપ્રિલમાં, પૂર્વ લંડનના ટ્યુબ સ્ટેશન નજીક એક ગંભીર ઘટનામાં ૩૬ વર્ષીય વ્યક્તિએ બે પોલીસ અધિકારીઓ સહિત પાંચ લોકોને ચાકુ માર્યા હતા.
મેટ્રોપોલિટન પોલીસે આ માહિતી આપી હતી. આ અકસ્માતમાં એક યુવકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી નથી.SS1MS