જાણો કોણ બની શકે ભારતના ભાવિ વડાપ્રધાન…..શાહ, યોગી કે ગડકરી ?
દેશના લોકોના મંતવ્યો લેવાયા -મોદીના અનુગામી તરીકે કોની પસંદગી થઈ શકે છે તે અંગે કરાયો સર્વે
નવી દિલ્હી, સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણી વખતથી જ આમ જનતાના મનમાં સવાલ ઉઠવા માંડ્યો હતો કે મોદી બનશે દેશના વડાપ્રધાન કે પછી બીજું કોઈ ? પરંતુ જનતાના પ્રશ્નો પર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બની ને પૂર્ણ વિરામ મૂકી દીધું , પરંતુ હવે આ સવાલ ભાજપાના સમર્થકો વચ્ચે સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે?
જે સ્વાભાવિક પણ છે. નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે , અને હવે તેમનો વડાપ્રધાન તરીકે ત્રીજી વખતનો કાર્યકાળ શરૂ થયો છે. આ દરમિયાન દેશનું ભાવિ કોના હાથમાં સોંપવું એ નક્કી કરવા એક સરવે કરવામાં આવ્યો અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે દેશના લોકો વડાપ્રધાન મોદી પછી કોને પીએમ તરીકે જોવા માંગે છે.
સર્વે મુજબ , ૨૫ ટકાથી વધુ લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી સીએમ યોગી આદિત્યનાથને ૧૯ ટકા મત મળ્યા હતા. ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી ૧૩ ટકા મત મેળવીને ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બંનેને લગભગ ૫ ટકા મત મળ્યા છે.
છેલ્લા બે સરવેમાં ૨૮ ટકા અને ૨૯ ટકા લોકોએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. દક્ષિણ ભારતમાં ૩૧ ટકાથી વધુ લોકો પણ માનવું છે કે, અમિત શાહ આગામી પીએમ પદ તરીકે સારા ઉમેદવાર બની શકે છે. અમિત શાહની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે સીએમ યોગી આદિત્યનાથને સમર્થન આપતા લોકોની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. લગભગ ૧૩ ટકા લોકોએ નીતિન ગડકરીને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કર્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથના રેટિંગમાં થયેલા ઘટાડાનો ફાયદો કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણને થયો છે. સરવે અનુસાર કેન્દ્રીય મત્રી રાજનાથ સિંહની લોકપ્રિયતામાં લગભગ ૧.૨ ટકાનો વધારો થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા વધી છે,
જૂન ૨૦૨૪માં મોદી ૩.૦ કેબિનેટમાં જોડાયા પછી ભાજપના વડાપ્રધાન ઉમેદવાર તરીકે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. વડાપ્રધાન પદના દાવેદાર માટેનો સરવે ૧૫મી જુલાઈથી ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૪ની વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં ૧,૩૬,૪૩૬ લોકોની સાથે દેશભરના ૫૪૩ લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા .