દેવોલીના સાથે સગાઈ કરી હોવાનું જાણી ગરમાયું હતું વિશાલના ઘરનું વાતાવરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Devolina.jpg)
મુંબઈ, પોપ્યુલર સીરિયલમાંથી એક ‘સાથ નિભાના સાથિયામાં દિયર-ભાભીનો રોલ કરી ચૂકેલા વિશાલ સિંહ અને દેવોલીના ભટ્ટાચાર્જીએ ફેબ્રુઆરીમાં જ્યારે એકબીજાને રિંગ પહેરાવતી તસવીર શેર કરી ત્યારે તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા. તેમણે તસવીરની સાથે ‘ઈટ્સ ઓફિશિયલ’ પણ લખ્યું હતું. ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા તો ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.
જાે કે, બીજા જ દિવસે લાઈવ કરીને તેમણે સગાઈની તસવીરો માત્ર મજાક અને તેઓ એક મ્યૂઝિક વીડિયોમાં સાથે દેખાવાના હોવાનો ખુલાસો કર્યો હતો. મ્યૂઝિક વીડિયોનું ટાઈટલ ‘ઈટ્સ ઓફિશિયલ’ હોવાથી કેપ્શન પણ તેવું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
બંનેના ધડાકા બાદ ઈંડ્ઢીદૃૈજરના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. જાે કે, ઈન્સ્ટાગ્રામ પર ‘સગાઈ’ની તસવીરો શેર કર્યા બાદ ઘરમાં કેવો માહોલ થયો હતો તેના વિશે વિશાલ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. પ્રોજેક્ટની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવાનું અમે વિચાર્યું હતું.
સારી રીતે પ્રમોશન થશે તેમ અમને લાગ્યું હતું. તેથી, પોઝ પણ અમે તે જ રીતે આપ્યા હતા. પરંતુ, તસવીરો શેર કરતાં જ હંગામો મચી ગયો. મારા મમ્મીને પણ મેં મુંબઈમાં તેમને જણાવ્યા વગર સગાઈ કરી લીધું હોવાનું લાગ્યું હતું. તેમણે ફોન કરીને કહ્યું હતું ‘મેં તારી તસવીરો જાેઈ. તે સગાઈ કરી લીધી અને અમને કહ્યું પણ નહીં. જણાવ્યું સુદ્ધા નહીં’.
મેં તેમને પ્રોજેક્ટના પ્રમોશન માટે તસવીરો શેર કરી હોવાનું સમજતાં સગાઈ ન કરી હોવાની વાત પર વિશ્વાસ બેઠો હતો’, તેમ વિશાલ સિંહે દૈનિક જાગરણ સાથે વાતચીત કરતાં કહ્યું હતું. સાથ નિભાના સાથિયા’ની વાત કરીએ તો, સીરિયલ હિટ રહી હતી.
સાત વર્ષ સુધી તેણે દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. જેમાં શરૂઆતમાં જીયા માણેક ‘ગોપી વહુ’ તરીકે હતી. તેણે શો છોડતાં દેવોલીના ભટ્ટાચાર્જીએ તેને રિપ્લેસ કરી હતી. તો વિશાલ સિંહે ‘જીગર’નું પાત્ર ભજવ્યું હતું, જે ‘ગોપી’નો દિયર હતો. તે ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને મ્યૂઝિક વીડિયો આલ્બમમાં કામ કરી રહ્યો છે.
આ સિવાય તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે પોતાની સ્ટાઈલિશ તસવીરો શેર કરતો રહે છે. બીજી તરફ, દેવોલીના છેેલ્લે ‘સાથ નિભાના સાથિયા’ની સીક્વલમાં જાેવા મળી હતી.SS1MS