Western Times News

Gujarati News

મિત્ર મોટી રકમ લઈને જઈ રહ્યો છે તેમ જાણી મિત્રએ જ લૂંટ ચલાવી મર્ડર કર્યુ

મહિસાગર પોલીસે લુંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલ્યો-બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલની હત્યા કરનારો મિત્ર હર્ષિલ પટેલ જ નીકળ્યો

(પ્રતિનિધિ) લુણાવાડા, મહિસાગર જીલ્લાના બાલાશિનોર ખાતે આવેલી આઈસીઆઈસીઆઈના બેંકના બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલના મર્ડર વીથ લુંટના ગુનાના ભેદને જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ૧૨ કલાક જેટલા ટુંકા સમયગાળામા ઉકેલી કાઢ્યો હતો.

આ મામલે આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી પાસેથી લુંટ કરવામા આવેલી રકમ ૧.૧૮ કરોડની રકમ,એક પિસ્તોલ,મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

મહિસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત ૈંઝ્રૈંઝ્રૈં બેન્કની સબ બ્રાન્ચમાં બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ ૪ ઓક્ટોબરે વિશાલ પોતાની ક્રેટા કારમાં બેન્કના ખાતાધારકોએ જમા કરાવેલા રૂ. ૧.૧૮ કરોડ કેશ લઇ દાહોદ સ્થિત મેઇન બ્રાન્ચમાં જમાં કરાવવા માટે નીકળ્યા હતા.અને ગાડી દાહોદ પહોચી નહોતી અને ફોન સ્વીચઓફ આવતો હતો.

અને ક્રેટા કાર સંતરામપુર તાલુકાના ગોધર ગામ પાસે હાઈવે માર્ગ પર સળગેલી હાલતમા મળી આવી હતી.બેન્ક મેનેજર ગુમ હોવાથી અને કરોડોની રકમ પણ મળી ન આવી હોવાથી મહિસાગર પોલીસ દ્વારા ગંભીરતા સમજીને

એસઓજી,એલસીબી,અને સ્થાનિક પોલીસને સાથે રાખીને બનાવને ડિટેક્ટ કરવા સુચના આપી હતી.

મહિસાગર જીલ્લા એલસીબીની ટીમ પણ આ મામલે તપાસમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ગોઠીબ ગામનો હર્ષિલ ધર્મેન્દ્રભાઈ પટેલ આ બનાવ બન્યો તે દિવસ દરમિયાન તે મૃતક બેંક મેનેજરના સંપર્કમાં રહ્યો હતો.આથી તેને પુછપરછ માટે બોલાવામા આવ્યો હતો.તે સમયે પોલીસને ધ્યાને આવ્યુ કે હર્ષિલના માથાના વાળ અને દાઢીના વાળ બળી ગયા છે.

આથી પોલીસની શંકા વધુ મજબુત બની અને હર્ષિલની કડકાઈથી પુછપરછ કરતા તેને સમગ્ર બાબત પોલીસની સામે પોપટની જેમ કહી નાખી હતી. મૃતક બ્રાન્ચ મેનેજર અગાઉ દાહોદ તાલુકાના લીમખેડા તાલુકા પાણીયા ગામની બેંકમાં નોકરી કરતા હતા.આરોપી હર્ષિલના માતા પિતા પણ શિક્ષક તરીકે ત્યાના નજીકના ગામમા નોકરી કરતા હતા.

આ દરમિયાન વિશાલ પાટીલ અને હર્ષિલ પટેલ એકબીજાના સંપર્કમા આવ્યા હતા. અને બંનેના ફેમિલી વચ્ચે પણ સારા સંબધો હતા. મેનેજર પોતાની ક્રેટા કારમાં ખાતાધારકોની રૂપિયા ૧.૧૮કરોડની રોકડ રકમ લઈને દાહોદ જતા હતા. જ્યાં રસ્તામાં વિશાલને તેનો મિત્ર હર્ષિલ પટેલ મળ્યો હતો.

વિશાલ આટલી મોટી રકમ લઇ એકલો જતો હોવાથી હર્ષિલ પણ તેની સાથે કારમાં બેસી ગયો હતો. કારમાં સવાર હર્ષિલની નજર અચાનક લોખંડની પેટીમાં ભરેલી રૂ. ૧.૧૮ કરોડની રોકડ રકમ ઉપર પડી હતી. જેથી તેની દાનત બગડી અને તેને આ રૂપિયા લૂંટી લેવાનો પ્લાન ચાલુ ગાડીમાં જ ઘડી નાખ્યો હતો.

હર્ષિલને કેશની લૂંટ કરવી હતી જેથી તેણે પ્લાન તો ઘડી નાખ્યો હતો અને હવે તેને મોકો પણ મળી ગયો હતો. વિશાલ કારમાંથી બહાર ઉતરતા જ હર્ષિલે પોતાની પાસે રાખેલી પિસ્તોલ પાછળથી વિશાલના માથામાંજ ગોળી મારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.