જિલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ઓલપાડની કોબા પ્રાથમિક શાળાએ ભાગ લીધો
(પ્રતિનિધિ) હાંસોટ, જિલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા વિભાગ ત્રણમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાં વિષય પર કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવેલી આ કૃતિ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સાથે જ ગામડાની સંસ્કૃતિનું પણ સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કૃત્રિમ ખાતર તેમજ કેમિકલયુક્ત વસ્તુઓનાં ઉપયોગથી થતાં નુકશાન અને તેનાથી થતાં રોગો સામે રક્ષણ માટેની સમજ આપવામાં આવી હતી.
હૈદરગંજ પ્રાથમિક શાળા ખાતે ‘ટેકનોલોજી અને રમકડાં’ થીમ ઉપર યોજાયેલ આ જિલ્લા કક્ષાનાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં શાળાનાં બાળ વૈજ્ઞાનિકો વેદ પટેલ અને મલેક સુંદર કૃતિ રજૂ કરી સહભાગી બન્યા હતાં. જેમને શાળા પરિવાર, એસ.એમ.સી. સભ્યો તથા સી.આર.સી. કોર્ડિનેટર રાકેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.