કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ગુજરાત સિને મીડિયા એવોર્ડથી સન્માનિત

ભાંડુત ગામનાં વતની ડૉ. ધર્મેન્દ્ર પટેલ વડોદરા ખાતે ગુજરાત સિને મિડિયા એવોર્ડથી સન્માનિત
Surat, ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને કોબા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડૉ. ધર્મેન્દ્ર પટેલને વડોદરા ખાતે ‘રતનનું જતન’ ગુજરાત સિને મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
હંમેશા અનેકવિધ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી બાળકો તેમજ યુવાનોને પ્રેરણા પૂરી પાડનાર આ યુવા શિક્ષકને ઓલપાડ તાલુકાનાં શિક્ષક આલમે અભિનંદન પાઠવ્યા હતાં.