Western Times News

Gujarati News

કોહલીએ મેદાન પર આવતા જ તોડી કાઢ્યો વધુ એક રેકોર્ડ

(એજન્સી)નવી દિલ્હી, વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે, તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની સાથે બીજા ઘણા સીમાચિહ્ન હાંસલ કર્યા છે. તો આજે ફાઇનલમાં તેણે વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં ક્રિઝ પર આવ્યાની પાંચ મિનિટમાં વધુ એક રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. હવે વિશ્વમાં એક માત્ર એવો ક્રિકેટર છે જેણે વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં વિરાટ કોહલી કરતા વધુ રન બનાવ્યા છે. જેનું નામ છે સચિન તેંડુલકર.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશતા પહેલા વર્તમાન વર્લ્ડ કપમાં ૭૧૧ રન બનાવ્યા હતા. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજાે રન લેતાની સાથે જ ટૂર્નામેન્ટમાં તેનો કુલ સ્કોર ૭૧૪ રન પર પહોંચી ગયો હતો. જ્યારે વર્લ્ડ કપ ઈતિહાસની વાત કરીએ તો તેના કુલ રન ૧૭૪૪ રન હતા. આ વર્લ્ડ કપ વિરાટ કોહલીનો ચોથો વર્લ્ડ કપ છે. આ મેચ પહેલા કોહલીએ વર્લ્ડ કપની ૩૬ મેચોમાં ૫ સદી અને ૧૧ અડધી સદી ફટકારી હતી.રિકી પોન્ટિંગે ૫ વર્લ્ડ કપમાં ૪૬ મેચમાં ૧૭૪૩ રન બનાવ્યા છે.

વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે ૬ વર્લ્ડ કપની ૪૫ મેચમાં ૨૨૭૮ રન બનાવ્યા છે. વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાની આ યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાને અને કુમાર સંગાકારા પાંચમા સ્થાને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.