Virat Kohliએ મેદાન વચ્ચે ડાંસ કરી ધૂમ મચાવી
નવી દિલ્હી, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મેદાનમાં ડાંસ કરતા જાેવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં તે માત્ર એક પ્રકારના નહીં પરંતુ અગલ અગલ પ્રકારની એક્શન સાથે ડાંસ કરતા જાેવા મળ્યો હતો. પોતાના મનપસંદ ખેલાડીના આ વીડિયોને ભારતીય ચોહકો ખુબ પસંદ કરી રહ્યા છે, આ સાથે સાથે તેને સોશિયલ મીડિયામાં શેર પણ કરી રહ્યા છે.
ભારતીય ટીમ ટૉસ હાર્યા બાદ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં આવી ત્યારે કોહલી ડાંસ કરતો જાેવા મળ્યો હતો. વાસ્તવમાં ખેલીડીઓ મેચ શરૂ થતા પહેલા આવી કસરત કરતા હોય છે. આ દરમિયાન કોહલીએ પોતાની બોડી સ્ટ્રેચ કરવા માટે એક નવી રીત શોધી અને મેદાન વચ્ચે ડાંસ કરી પોતાના શરીરને એક્ટિવ કર્યું હતું. આ પછી તે બધા ખેલાડીઓ સાથે ઘેરો બનાવી યોજનામાં જાેડાયો હતો.
ચેન્નઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૯ ઓવરમાં ૨૬૯ રન બનાવ્યા હતા. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે મિચેલ માર્શ ફરીથી લયમાં જાેવા મળ્યો હતો. તેમણે ટીમ માટે કુલ ૪૭ બોલનો સમાનો કર્યો હતો. આ દરમિયાન ૧૦૦ની સ્ટ્રાઈક રેટથી ૪૭ રન બનાવ્યા હતા.
આ દરમિયાન તેણે આઠ ચોક્કા અને એક છક્કો માર્યો હતો. ભારતીય ટીમ માટે છેલ્લા મુકાબલામાં હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ત્રણ ત્રણ વિકેટ ઝડપી લેવામાં સફળ રહ્યા હતા. આ બન્ને ખેલાડીયો સિવાય અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે પણ બે બે વિકેટ ઝડપી હતી.SS1MS