વિશ્વકપમાં કોહલીની પાસે સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવાની તક
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આગામી વિશ્વકપ બેટથી ધમાલ મચાવતો જાેવા મળશે. વિશ્વના દિગ્ગજ બેટરોમાં સામેલ વિરાટ કોહલીની પાસે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક વિશ્વ રેકોર્ડ તોડવાની શાનદાર તક છે, કોહલી વિશ્વકપમાં આ રેકોર્ડ તોડી શકે છે.
ભારતની યજમાનીમાં ૫ ઓક્ટોબરથી વિશ્વકપનો પ્રારંભ થશે. આ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત સહિત ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાલશે. ભારતની પાસે ૧૨ વર્ષ બાદ વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. ૨૦૧૧માં ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું.
લક્ષ્યનો પીછો કરવાની વાત આવે તો આ મામલામાં ભારતીય ટીમ સર્વશ્રેષ્ઠ છે. ટીમ લક્ષ્યનો પીછો કરવા દરમિયાન વિરાટ કોહલી ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.
વનડે આંતરરાષ્ટ્રીયમાં તેના નામે ૪૭ સદી છે અને વિશ્વકપ દરમિયાન તે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (વનડેમાં ૪૯ સદી) ને પાછળ છોડવા ઈચ્છશે. સચિન વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. તેવામાં વિરાટ કોહલી ત્રણ સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડી શકે છે.
તે વાતમાં કોઈ શંકા નથી કે વિશ્વકપ આઈસીસી ટૂર્નામેન્ટ હોવા છતાં ટીમોને ઘરેલૂ પરિસ્થિતિઓનો લાભ મળે છે. વિશ્વકપ દરમિયાન પિચની જવાબદારી આઈસીસીના ક્યૂરેટરની હોય છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ટીમ માટે ૧૨માં ખેલાડીનું કામ કરે છે. આ પરિસ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા પાસે વિશ્વકપ જીતવાની સૂવર્ણ તક છે. રોહિત શર્મા ટૂર્નામેન્ટ જીતશે તો તેનું નામ પણ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે લખાશે.SS1MS