બર્ગરની બોલિંગના સામના માટે કોહલી-શ્રેયસે ખાસ યોજના બનાવી
કેપટાઉન, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૨ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાનાર છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને ૩૨ રનહતી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આવતીકાલે બીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝ ડ્રો કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી જીતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોએ ભજવી હતી.
પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગરે ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો. બર્ગરે ડેબ્યુ મેચમાં પોતાની ઘાતક બોલિંગ દ્વારા વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. પ્રથમ મેચમાં બર્ગરે બંને ઇનિંગ્સમાં કુલ ૭ વિકેટ ઝડપી હતી. હવે બીજી મેચમાં નાન્દ્રે બર્ગરનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ એક ખાસ યોજના તૈયારી કરી છે.
બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના બેટ્સમેનોએ નાન્દ્રેના ઝડપી અને વધુ બાઉન્સવાળા બોલનો સામનો કરવા માટે સખત તૈયારી કરી હતી. તેઓએ શોર્ટ બોલ માટે પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૪૫ અને બીજી ઇનિંગમાં ૧૩૧ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. વિરાટ કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન થ્રોડાઉન પર વધુ ધ્યાન આપ્યું હતું. SS2SS