૧૪ વર્ષ જૂનો વીડિયો જોઈ પોતાની જ મજાક ઉડાવવા લાગ્યો કોહલી

મુંબઈ, આરસીબીના બેટર વિરાટ કોહલીને તેનો જૂનો ઈન્ટરવ્યુ બતાવવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુ જોયા બાદ કોહલી પોતે પણ હસી પડ્યો અને તે પોતાની જ મજાક ઉડાવવા લાગ્યો.
આ ઈન્ટરવ્યુ તેમણે પહેલી વખત આઈપીએલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ આપ્યું હતું. જે ૧૪ વર્ષ પહેલા આઈપીએલ ૨૦૧૧માં આવ્યું હતું.
આઈપીએલમાં પોતાના ડેબ્યૂના ૪ વર્ષ બાદ કોહલીએ દિલ્હીમાં પોતાના ઘરેલૂ દર્શકો સામે પોતાનો પહેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. આ મેચમાં કોહલીએ ૩૮ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. તેમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. તેની આ જ ઈનિંગના કારણે આરસીબીએ ડેરડેવિલ્સ સામે ત્રણ બોલ બાકી રહેતા ૧૬૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યાે હતો.
પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં વિરાટ કોહલીએ જણાવ્યું કે, કેવી રીતે તેણે ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ સાથે બીજી વિકેટ માટે ૮૨ રનની પાર્ટનરશિપમાં આક્રમક ભૂમિકા ભજવી. તેણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મારો આવી રીતે બેટિંગ કરવાનો કોઈ પ્લાન નહોતો.
પરંતુ જ્યારે મેં બોલ સારી રીતે હીટ કરવાના શરૂ કર્યા તો મેં ક્રિસ પાસેથી જવાબદારી લઈ લીધી. ઈરાદો એવો હતો કે, ક્રિસ ખુદને ગેમમાં લાવી શકે. અને હું મારા શોટ્સ રમતો રહ્યો, કારણ કે હું સારી રીતે હીટ કરી રહ્યો હતો.
જિયો હોટસ્ટાર પર વિરાટ કોહલી સાથે વાતચીતમાં જતિને આ વીડિયોનો ઉલ્લેખ કર્યાે. તેના પર કોહલીએ કહ્યું કે, ‘મને તો એ પણ નથી ખબર કે મેં શું કહ્યું? તમે આ ક્યાંથી શોધી લાવો છો.’
ત્યારબાદ કોહલીએ આ વીડિયો ધ્યાનથી સાંભળ્યો અને ક્રિસ ગેલનો ઉલ્લેખ આવતા જ તે જોર-જોરથી હસી પડ્યો અને પોતાની મજાક ઉડાવતા પોતાના નિવેદનને કોટ કર્યું કે, ‘ક્રિસ ખુદને ગેમમાં લાવી શકે? વાહ! ગલતફેમી તો જુઓ!’વાસ્તવમાં વિરાટ કોહલી ક્રિસ ગેલ અંગે આપેલા પોતાના નિવેદનને લઈને ખુદની જ મજાક ઉડાવી રહ્યો હતો, કે કેવી રીતે તેણે ગેલ જેવા વિસ્ફોટક બેટર માટે આ પ્રકારનું નિવેદન આપી દીધું. તેણે આગળ કહ્યું કે, ‘આજકાલ સોશિયલ મીડિયા પર આ પ્રકારની વસ્તુઓનું એનાલિસિસ કરીને એક અલગ જ મોડ આપી દેવામાં આવે છે.’SS1MS