કોહલીએ જીત્યું દિલ, દિગ્ગજની વિકેટ પર ન કરી ઉજવણી
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીના દુનિયાભરમાં ફેન્સ છે. વિરાટની સ્ટાઈલ અને તેની શાનદાર બેટિંગ બધાને પ્રભાવિત કરે છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વિરાટે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ડીન એલ્ગરને યાદગાર વિદાય આપી હતી.
વાસ્તવમાં એલ્ગર તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમી રહ્યો છે. બીજા દાવમાં એલ્ગરની વિકેટ પડી ત્યારે વિરાટે તેને યાદગાર વિદાય આપી હતી. રન મશીનની આ શૈલી ચાહકોને ઘણી પસંદ આવી છે. ઘણી વખત વિરાટ કોહલી મેદાનમાં ખૂબ જ આક્રમક દેખાય છે. પરંતુ વિરોધી ટીમના ખેલાડીઓ પ્રત્યેનો તેનો પ્રેમભાવ દરેકને આકર્ષે છે.
બીજા દાવ દરમિયાન, ડીન એલ્ગર મુકેશ કુમારના એક શાનદાર બોલથી પરાસ્ત થયો અને કેચ સીધો વિરાટ કોહલીના હાથમાં ગયો. વિરાટે પોતે આ વિકેટની ઉજવણી કરી ન હતી અને બીજા બધાને એલ્ગરને નમીને વિદાય આપવાનો સંકેત આપ્યો હતો. જે બાદ ટીમના કેટલાક ખેલાડીઓએ એલ્ગરને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલી પણ ગયો અને એલ્ગરને ગળે લગાવ્યો. રન મશીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.SS1MS