કોકિલાબેન હોસ્પિટલે ભારતમાં પ્રથમ વખત શોલ્ડર રિપ્લેસમેન્ટ માટે VIP સાથે આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઇડ સિસ્ટમ લોન્ચ કરી
મુંબઈ, 30 એપ્રિલ, 2024: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ભારતમાં શોલ્ડર રિપ્લેસમેન્ટની સર્જરી માટે VIP (વર્ચ્યુઅલ ઈમ્પ્લાન્ટ પોઝિશનિંગ) સાથેની ક્રાંતિકારી ટેકનોલોજી આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઈડ સિસ્ટમ લોન્ચ કરી છે. Kokilaben Hospital launches Arthrex Modular Glenoid System with VIP for Enhanced Shoulder Replacement for the First Time in India.
VIP સિસ્ટમનો ઉપયોગ કરીને રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટના જીવંત પ્રદર્શન સાથે આ નવીન પદ્ધતિને રજૂ કરવામાં આવી હતી. VIP સાથેની આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઇડ સિસ્ટમ ઓર્થોપેડિક્સમાં વિકાસની નોંધપાત્ર છલાંગ છે, જે ઉચ્ચ કક્ષાની ચોકસાઇ, ઝડપી રિકવરી અને દર્દીઓને ઉત્તમપરિણામો પૂરા પાડે છે.
કોકિલાબેન હોસ્પિટલ તેની અસાધારણ સ્પોર્ટ્સ મેડિસીન સેવાઓ માટે પ્રખ્યાત છે, જે વ્યક્તિગત ઉકેલ અને અદ્યતન તકનીકો સાથે નવીનતા લાવવા માટે ઓળખાય છે. વર્ચ્યુઅલ ઇમ્પ્લાન્ટના આ નવીન સંકલન સાથે, હોસ્પિટલની સ્પોર્ટસ મેડિસિન ટીમ દર્દીની સંભાળ અને પરિણામોને અજોડ ધોરણો સુધી આગળ વધારવાની આગેવાની લે છે.
શોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી સંધિવા અથવા ઈજા જેવી ખભાના સાંધાની ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકોમાં દુખાવો ઓછો કરવા અને પુનઃ કાર્યરત કરવા માટેની પ્રક્રિયા છે. પરંપરાગત પદ્ધતિઓ કેટલીક વાર ચોક્કસ ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ સાથે અને દરેક દર્દીની આગવી શરીરરચના સાથે અનુકૂલન સાધવામાં સંઘર્ષ અનુભવે છે. VIP સાથેની આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઇડ સિસ્ટમ અદ્યતન ટેક્નોલોજી અને સાવચેતીપૂર્વકના આયોજન સાથે આ સમસ્યાઓનો સામનો કરે છે. ખભાની સર્જરીમાં તે એક દાખલારૂપ પરિવર્તન છે, જે સર્જનો અને દર્દીઓ બંને માટે લાભદાયક છે.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સ, આર્થ્રોસ્કોપી એન્ડ ટ્રોમાના કન્સલટન્ટ (યુનિટ લીડ) અને આ સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રથમ સર્જરી કરનાર ડૉ. શ્રેયશ ગજ્જરે નવી ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, “વીઆઈપી સાથેની આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઈડ સિસ્ટમ ખભાની આર્થોપ્લાસ્ટીમાં દાખલારૂપ પરિવર્તન છે. તે સર્જનોને ચોક્કસ સચોટતા અને કસ્ટમાઇઝેશન હાંસલ કરવા માટેના સાધનોથી સશક્ત બનાવે છે, જે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે.
ઝીણવટભર્યા પ્રી-ઓપરેટિવ પ્લાનિંગ દ્વારા, અમે ચોકસાઇ હાંસલ કરીએ છીએ અને ન્યૂનતમ આક્રમક સર્જીકલ તકનીકોનો ઉપયોગ કરીએ છીએ, જે નાના ચીરા, પેશીઓને ઓછું નુકસાન અને ઝડપી રિકવરીમાં પરિણમે છે. દર્દીઓ આરામ અને સંતોષનો અનુભવ કરે છે, ખભાની કામગીરીમાં સુધારો અને સામાન્ય પ્રવૃત્તિઓ તરફ ઝડપથી પાછા ફરી શકે છે. અમારી પદ્ધતિ વ્યક્તિગત જરૂરિયાતોને પ્રાધાન્ય આપે છે તેમજ પરંપરાગત તકનીકને વટાવીને શ્રેષ્ઠ પરિણામોની ખાતરી આપે છે.”
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “આધુનિક ઓર્થોપેડિક્સમાં મોખરે રહીને અને ભારતમાં આ અભૂતપૂર્વ ટેક્નોલોજીનો પરિચય કરાવવામાં સૌપ્રથમ હોવાનો અમને આનંદ છે. VIP સાથેની આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઇડ સિસ્ટમ અમારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ અને ઉપલબ્ધ સૌથી અદ્યતન સારવારના વિકલ્પો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ રજૂ કરે છે.
આ ટેક્નોલોજીમાં ખભા બદલવાની સર્જરીમાં ક્રાંતિ લાવવાની અને ખભાના સાંધાની સમસ્યાઓથી પીડાતા અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં નોંધપાત્ર સુધારો લાવવાની ક્ષમતા છે. VIP સાથેની આર્થરેક્સ મોડ્યુલર ગ્લેનોઇડ સિસ્ટમના સફળ લોન્ચિંગ સાથે, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે મેડિકલ ઈનોવેશનમાં અગ્રેસર તરીકેની તેની સ્થિતિને મજબૂત કરી છે.”
સર્જનો VIP ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા પહેલા ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટનું ચોક્કસ આયોજન કરે છે. તે વર્ચ્યુઅલ શોલ્ડર મૉડલ તૈયાર કરે છે તેમજ દરેક દર્દી માટે કસ્ટમાઇઝ કરેલ અજોડ ચોકસાઇ સુનિશ્ચિત કરે છે. આ અભિગમ જટિલતાઓને ઘટાડે છે અને સાથે ઝડપી રિકવરીને પ્રોત્સાહન આપે છે. દર્દીઓના ખભા ઝડપથી પહેલાની જેમ કામ કરવા લાગે છે, જેનાથી સંતોષમાં વધારો થાય છે અને દૈનિક પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકાય છે.