કોલકાતાઃ સીએના ઘરની રેડમાં ખજાનો મળ્યો ૮.૫ કરોડ રોકડા, ખાતામાં ૨૦ કરોડ મળ્યા
કોલકતા, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક ચાર્ટર્ડ એકાઉટન્ટની પાસેથી ૮.૫ કરોડની રોકડ રકમ પ્રાપ્ત થઈ છે. જાસૂસી વિભાગની એન્ટી બેંક ફ્રોડ સેક્શને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની કારમાંથી બે કરોડ રૂપિયાથી વધારાની રકમ મળી આવી છે. જેના પછી કોલકાતા પોલીસે સીએ શૈલેષ પાંડેના હાવડાના શિવપુર સ્થિત ઘરે રેડ પાડી હતી.
ઘરે રેડ મારવા દરમિયાન ૫.૯૫ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. કોલોકાતા પોલીસે શૈલેષ અને તેના ભાઈ અરવિંદ પાંડે વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે. મળેલી જાણકારી પ્રમાણે, સીએ શૈલેષ પાંડેના બે બેંક ખાતાઓમાં પણ ૨૦ કરોડ રૂપિયા જમા હતા.
આ ખાતાઓને સીઝ કરી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોલકાતા પોલીસ શૈલેષ પંડ્યાની તલાશમની શોધમાં છે. તે ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ છાપામારી દરમિયાન કોલકાતા પોલીસ જાસૂસી વિભાગની એન્ટી બેન્ક ફ્રો સેક્શનના રોજ ૧૫ ઓક્ટોબરની અડધી રાતે હાવરામાં છાપેમારી કરી હતી. આ છાપામારી દરમિયાન ૨ કરોડ ૨૦ લાખ ૫૦ હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી.
આ બધી વસ્તુ એક કારમાંથી મળી આવ્યું છે. જેના પછી પોલીસ હાવડાના સ્થિત શિવપુર શૈલેષ પંડ્યાના ઘરે પહોંચી હતી. પોલીસના કહેવા પ્રમાણે ફ્લેટ લોક હતો. દરવાજાે તોડીને પોલીસની એન્ટ્રી દરવાજાે તોડીને પોલીસની એન્ટી બેંક ફ્રોડ સેક્શન ટીમ જ્યારે ફ્લેટની અંદર તો મોટી સંખ્યામાં પોલીસને શૈલેશ પાંડેની કાર અને ઘરમાંથી૮.૧૫ કરડો રૂપિયાની રોકડ અને જવે્લરી જપ્ત કરી છે.
પોલીસ હવે મુખ્ય આરોપી શૈલષ પંડ્યાની ધરપકડ માટે સંભવિત ઠેકાણાઓ પર તલાશ કરી રહી છે.સૂત્રોની માનીએ તો કોલકાતા પોલીસે આ કાર્યવાહી કેનરા બેંક તરફથી કરવામાં આવેલી ફરિયાગના આધારે કરવામાં આવી છે. સુત્રોનો દાવો છે કે કેનરા બેંકના એક ખાતા પર સંદિગ્ધ લેનદેન રાખી બેંક પ્રશાસને તેની પર નજર રાખવાની શરૂ કરી દીધી છે.
કેનરા બેંકના અધિકારીઓને કોલકાતાના લાલબાજાર વિસ્તારમાં દગાની ફરિયાદ કરાવી હતી અને તેના આધાર પર મામલો નોંધીને કોલકાતા પોલીસના જાસૂસી વિભાગની એન્ટી બેંક ફ્રોડ યુનિટે તપાસ શરૂ કરી દીધી. આરોપીની કારની તપાસ કરવામાં આવી તો તેમાંથી ૨ કરોડ ૨૦ લાખ રૂપિયા રોકડાની સાથે હીરા અને અન્ય જ્વેલરી પણ મળી આવી હતી.
કોલકાતા પોલીસની માનીએ તો મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય ઘણી જગ્યાઓએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. કોલકાતા પોલીસના સૂત્રોનું માનીએ તો શૈલેષ પાંડે અને અન્ય આરોપીઓને અપરાધિક ગુના હેઠળ કેનરા બેંકની નરેન્દ્રપુર શાખામાં ૧૬ સ્ટ્રેન્ડ રોડ કોલકાતા ૭૦૦૦૧ના એડ્રેસ પર ખોટા દસ્તાવેજાેના આધાર પર બે કંપનીઓના નામના ખાતા ખોલાવવામાં આવ્યા અને તેમાં ઘણી મોટી રકમોની લેણદેણ કરવામાં આવી હતી. પૈસાના ફ્લોની તપાસ કરવામાં આવી તો ઘણા ખાતા અંગે જાણ થઈ હતી.
કેટલાક શરૂઆતના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી તો તે વિદેશી મુદ્રા વેપાર સાથે જાેડાયેલા ઓનલાઈન પાઠ્યક્રમોના બહાને કેનરા બેંકના આ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
કોલકાતા પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં બે બેંકના ખાતાઓમાં આશરે ૨૦ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જેને બ્લોક કરવામાં આવી શકે છે. કોલકાતા પોલીસે ફરાર સીએ શૈલેષ પાંડે અને તેના ભાઈ અરવિંદ પાંડે વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે. આરોપીના ફ્લેટમાંથી બે લેપટોપ, એક ટેબલેટ અને ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કોલકાતા પોલીસે જપ્ત કરી લીધા છે.HS1MS