ગ્વાલિયરમાં કોલકાતા જેવી ઘટના: જુનિયર મહિલા તબીબ સાથે દુષ્કર્મ
ગ્વાલિયર, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલ જેવી જૂનિયર ડોક્ટરની સાથે બળાત્કારની ઘટના બની છે. પીડિત જૂનિયર ડોક્ટરે આરોપ લગાવ્યો કે તેની સાથે જ એમબીબીએસમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ડરાવી-ધમકાવીને બળાત્કાર કર્યાે હતો.
આ મામલા પછી ફરી એક વાર કોલકાતામાં બનેલી આરજી કર મેડિકલ કોલેજની ઘટના તાજી થઈ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર પ્રશ્નો પેદા થયા છે. જૂનિયર મહિલા ડોક્ટર દતિયાથી એમબીબીએસની ફાઈનલ યરની પરીક્ષા આપવા ગ્વાલિયર આવી હતી.
જ્યાં સાથી વિદ્યાર્થી(આરોપી) ખોટું બોલીને બોયજ હોસ્ટેલમાં લઈ ગયો, અને પછી બળાત્કાર કર્યાે હતો. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે, એક ૨૫ વર્ષીય જૂનિયર ડોક્ટરે ફરિયાદ નોંધાવી છે કે એ દતિયાની રહેવાસ છે અને એમબીબીએસના ફાઈનલ યરની વિદ્યાર્થિની છે.
ફાઈનલ યરમાં તેને એક વિષયમાં બેક આવ્યા પછી એ પરીક્ષા આપવા ગ્વાલિયર આવી હતી.પરીક્ષા પછી તેને ગ્વાલિયરમાં જ એમબીબીએસનો અભ્યાસ કરનાર ડોક્ટર સંજય કુમાર ઈવાન ખોટું બોલીને બોયજ હોસ્ટેલમાં લઈ ગયો અને પોતાના રૂમમાં ડરાવી-ધમકાવીને દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહીં, પ્રતિકાર કરવા પર મારી નાખવાની ધમકી આપી હતી. છેવટે આરોપીને પાઠ ભણાવવા માટે પીડિતાએ કંબૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.SS1MS