Western Times News

Gujarati News

‘લાશનો સોદાગર હતો આરોપી પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ’: કોલકાતા રેપ-મર્ડર કેસ

સંદીપ ઘોષ મૃતદેહોનો વેપારી હતો -બિનદાવેદાર મૃતદેહોનો વ્યવહાર કરતો હતો અને અન્ય ઘણી અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.

(એજન્સી)કોલકાતા, કોલકાતા લેડી ડોક્ટરના રેપ-મર્ડર બાદ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના કારનામા સામે આવી રહ્યો છે. સંદીપ ઘોષ લાશોનો સોદાગર હોવાનો પણ હવે દાવો કરાયો છે. #KolkataRapeMurderCase: Fingers pointed at Sandip Ghosh, former principal of RG Kar Medical College, who’s now being investigated by CBI

શક્યતા સેવાઈ રહી છે કે રેપ-મર્ડરનો તે મેઈન સૂત્રધાર હોઈ શકે છે. હોસ્પિટલના પૂર્વ કર્મચારીએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, સંદીપ ઘોષ મૃતદેહોનો વેપારી હતો. તે બિનદાવેદાર મૃતદેહોનો વ્યવહાર કરતો હતો અને અન્ય ઘણી અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.

આરજી કાર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ જણાવ્યું હતું કે સંદીપ ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સપ્લાયની દાણચોરીમાં સામેલ છે.

અલીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે સંદીપ ઘોષ દાવો ન કરાયેલા મૃતદેહોનો સોદો કરતો હતો. અખ્તર અલીએ કહ્યું કે સંદીપ ઘોષ તેમની વધારાની સુરક્ષાનો ભાગ એવા લોકોને બાયોમેડિકલ વેસ્ટ વેચતો હતો. બાદમાં તેને પાડોશી દેશમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, હિન્દુસ્તાન અખ્તર અલીના આરોપોને સમર્થન આપતું નથી.

અખ્તર અલીએ કહ્યું કે લેડી ડોક્ટરના રેપ અને મર્ડર બાદ જ્યારે મેં સંજય રોને જોયો ત્યારે મને યાદ આવ્યું કે સંજય રોય સંદીપ ઘોષના ૪ બાઉન્સરોમાં સામેલ હતો. જ્યારે હું ત્યાં કામ કરતો હતો. તે સમયે રાત્રે સેમિનાર રૂમ કે ર્નસિંગ સ્ટાફની નજીક કોઈને જવા દેવામાં આવતા ન હતા.

દરેક પોઈન્ટ પર સુરક્ષા હતી. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ રાત્રે એક સ્વયંસેવક રૂમમાં ઘૂસી જાય છે અને આટલી મોટી ઘટના બને છે. આ સમજની બહાર છે. આ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. ડોક્ટરનો એવો પણ દાવો છે કે સંદીપ ઘોષ પૈસા માટે વિદ્યાર્થીઓને નાપાસ કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.