કોરિયન ‘ગૂડ બોય’ ભારતીય શોમાં જોવા મળશે

આજકાલ યુવાનોમાં કોરીયન મ્યુઝિક અને કોરિયન સિરીઝ ઘણી લોકપ્રિય
કે-ડ્રામાની ભારતમાં વધતી લોકપ્રિયતાના પગલે આખી ટીમ ભારત પ્રવાસ માટે આતુર થઈ રહી છે
મુંબઈ,આજકાલ યુવાનોમાં કોરીયન મ્યુઝિક અને કોરિયન સિરીઝ ઘણી લોકપ્રિય છે. તેમાં પણ ‘ગૂડ બોય’ ની ઇમોશનલ અને એક્શન પેક સ્ટોરી યુવાનોને ઘણી ગમે છે. એસએલએલ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ કે-ડ્રામા સિરીઝ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. તેમાં એવા ખેલાડીઓની વાત છે, જેમને ભુતકાળમાં લા-એન્ફોર્સમેન્ટ માટે ભરતી કરવામાં આવ્યા હતા. ‘ગૂડ બોય’ની કોરિયન ટીમ ટૂંક સમયમાં ઈન્ડિયન શો માં જોવા મળશે. તાજેતરમાં એક ભારતીય પ્લેટફર્મ સાથે કરેલા ઇન્ટરવ્યુમાં આ શોની સ્ટાર કાસ્ટ પાર્ક બો ગમ, કિમ સો હ્યુન, લી સાંગ યી, હેવ શ્યોંગ તે અને તે વોન શ્યોકે તેમના શો અંગે ખુલાસો કર્યાે હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ધારીએ છીએ એનાં કરતાં પણ વધુ જલ્દી તેઓ કોઈ ઇન્ડિયન શોમાં જોવા મળશે.
પાર્ક બો ગમ, જે આ શોમં બોક્સિંગના ખેલાડીનો રોલ કરે છે, તેણે જણાવ્યું,“વ્યક્તિગત રીતે સ્ટોરીમાં, મારું પાત્ર પહેલી લડાઇનું ઇનચાર્જ હોય છે. મને લાગે છે એક કલાકાર તરીકે હું એ એક્ટિવ એનર્જી બતાવવામાં ઘણો સારો છું, બહુ ચપળ હોવું એ મારી તાકાતમાંથી એક છે.” જ્યારે કિમ સો હ્યુમ માટે તેની શાંત પ્રકૃતિ જ તેના પાત્રમાં જોવા મળે છે, “વિનમ્ર સ્વભાવ સાથે તેનામાં બહાદુરી પણ છે જે એની શાંતિમાં પણ દેખાય છે. મને લાગે છે, કે અંગત રીતે પણ હું એવી જ છું.”જ્યાં કે-ડ્રામા સૌથી વધુ જોવાતા હોય, એવો દેશોમાંનો ભારત એક દેશ છે. હાલ્યુનો ટ્રેન્ડ અહીં ખુબ લોકપ્રિય છે. તો તેમના ભારતના કોઈ પ્રોડક્શનમાં કામ કરવાના પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો.
સેંગ યીએ જણાવ્યું,“મને ડાન્સ અને મ્યુઝિક બહુ ગમે છે. મને એવું કરવું ગમશે.” જ્યારે વોન શ્યોકે કહ્યું,“હું મૂડમાં ન હોય ત્યારે ઇન્ડિયન વાનગી ખઉં છું, મને ઓરિજિનલ ટેસ્ટમાં ભોજન લેવું બહુ ગમે છે.”તો બો ગમે જણાવ્યું,“ભારત માત્ર સારા ભોજન માટે જ લોકપ્રિય નથી. તેમાં બીધું ઘણું જોવાનું અને અનુભવવાનું છે. તો જો તક મળે તો મને ત્યાં પ્રવાસ કરવો ગમશે. આશા છે કે અમે બધાં જ ગૂડ બોયની આખી ટીમ ત્યાં આવી શકીએ અને સાથે ઇન્ડિયન મ્યુઝિકલ ફિલ્મમાં કામ કરી શકીએ.”તેમણે આગળ કહ્યું,“સૌથી મહત્વની વાત એ છે કે અમને ભારતીય ફૅન્સ અને ભારતીય મીડિયા સાથે વાતચીતની બહુ તક મળી નથી. તેથી તમે અમારા કે-ડ્રામાને જે પ્રકારનો પ્રેમ આપ્યો છે, અમે આવું કશુંક કરી શકીએ, તો અમને ઘણું ગમશે.”SS1