ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પ્રવાસે પહોંચ્યા હતા.
મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકાના અડવાળ ગામ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉત્તર ફાંટાને પુનઃ જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ આ કાર્યની ઝીણવટભરી સમીક્ષા કરી વિગતો પણ મેળવી હતી.
વધુમાં, મંત્રીશ્રીએ વિસ્તારમાં બાવળા અને ધંધુકા તાલુકામાં વિવિધ જગ્યાએ પાણીની ટાંકી તથા ફિલ્ટર પ્લાન્ટની પણ મુલાકાત લઈ તેની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના પાણી બાબતે પ્રશ્નો જાણી સબંધિત અધિકારીશ્રીઓને સૂચન પણ કર્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નદી પુનઃ જીવંત થતાં આજુ બાજુનાં ગામોના સ્થાનિકોને – ખેડૂતોને અનેક લાભો મળશે.
આ પ્રસંગે ધંધૂકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા સ્થાનિક આગેવાનો, પ્રાન્ત અધિકારી શ્રી વિદ્યાસાગર સહિત પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.