કોટક મહિંદ્રા બેન્ક દ્વારા ઈલેક્ટ્રોનિક બેન્ક ગેરન્ટી જારી કરવા માટે NeSL સાથે ભાગીદારી કરી
મુંબઈ, કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ દ્વારા ઘોષણા કરવામાં આવી કે તેણે પોતાની પ્રથમ ઈલેક્ટ્રોનિક બેન્ક ગેરન્ટી (ઈ-બીજી), નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ (એનઈએસએલ)ના પ્લેટફોર્મ પર જારી કરવા માટે એનઈએસએલ સાથે ભાગીદારી કરી છે. Kotak Bank partners with NeSL to issue e-BankGuarantee
આ જોડાણને લીધે વેપારના ડિજિટાઈઝેશનમાં મદદ થશે, જેને લીધે કાગળ આધારિત બેન્ક ગેરન્ટીઓ જારી કરવાનું નાબૂદ કરવામાં મદદ થશે. ડિજિટાઈઝેશનમાં ઈશ્યુઅન્સ, સુધારણા, ક્લોઝર, ડિજિટલ સ્ટેમ્પિંગ અને સાઈનિંગ, કાગળ આધારિત પ્રક્રિયા માટે 2-3 કામકાજના દિવસો લાગતા હતા તેને બદલે હવે ગેરન્ટી ટર્નઅરાઉન્ડ ટાઈમ (ટીએટી) નોંધપાત્ર રીતે ઓછો થઈને જૂજ કલાકોમાં આ કામ થઈ જશે. ઈ-બીજીથી ઓથેન્ટિકેશનનાં જોખમો પણ દૂર થશે.
કોટક મહિંદ્રા બેન્કના હોલસેલ બેન્કિંગના પ્રેસિડેન્ટ અને હેડ પરિતોષ કશ્યપે જણાવ્યું હતું કે, “કોટક મહિંદ્રા બેન્ક ગ્રાહકોને સુવિધા અને બેન્કિંગમાં સહજતા પૂરી પાડવામાં આગળ રહી છે. હવે અમારા ટ્રેડ ગ્રાહકો માટે ઈ-બીજી પૂરી પાડવા એનઈએસએલ સાથે ભાગીદારી, અનેક વેરિફિકેશનના તબક્કા સહિત ઝંઝટમય પેપરવર્કનો સામનો કરતા ધિરાણદારો અને જારીકર્તાઓની ઘણી બધી સમસ્યાઓને દૂર થશે. અમે ગ્રાહકલક્ષી સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ઈનોવેશને અમારી બેન્કિંગ સેવાઓમાં ડિજિટલ પરિવર્તન વહેલું અપનાવવામાં અમને મદદ કરી છે. અમે બેન્કિંગ ઉદ્યોગમાં ઓફર કરીએ તે બધી પ્રોડક્ટો અને સેવાઓમાં અમારા ગ્રાહકોના અનુભવને બહેતર બનાવવા માટે કટિબદ્ધ છીએ, જેમાં ઈ-બીજી પણ એક છે.”
એનઈએસએલના એમડી અને સીઈઓ દેબજ્યોતિ રે ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે ટ્રેડ ફાઈનાન્સ કરીએ તે પદ્ધતિમાં ઈ-બીજી આમૂલ પરિવર્તન લાવી છે અને બેન્કિંગ સેવાઓના ડિજિટાઈઝેશનમાં મોટી સિદ્ધિ છે. ઈ-બીજી બેન્ક ગેરન્ટી જારી કરવા અને અન્ય જીવનચક્રની ઘટનાઓમાં લેવાતા સમયને નોંધપાત્ર રીતે ઓછો કરશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં ઈ-બીજી લાભાર્થીઓને સંરક્ષિત અને ડિજિટલ સ્વરૂપમાં જારી કરવા પર તુરંત ઉપલબ્ધ છે.”
એનઈએસએલ- ડિજિટલ ડોક્યુમેન્ટ્સ એક્ઝિક્યુશન (ડીડીઈ) ટેકનોલોજીની મદદથી લાભાર્થી અસલ સમયમાં એનઈએસએલ પોર્ટલ પર ડિજિટલ પદ્ધતિથી જારી બેન્ક ગેરન્ટીઓ જોઈ શકે છે. ઈ-બીજી ડિજિટલ સ્વરૂપમાં જારી કરવાથી બેન્ક ગેરન્ટી જારી કરતી બેન્ક પાસેથી અલગ ઓથેન્ટિકેશનની જરૂર ટળે છે, જેને લીધે અરજદાર અને લાભાર્થીનો વધારાનો સમય અને પ્રયાસો બચે છે. ઉપરાંત એનઈએસએલની સેન્ટ્રલ રિપોઝિટરી જેમ અને જ્યારે આવશ્યક હોય ત્યારે જારી બેન્ક ગેરન્ટી રિટ્રાઈવ કરવાનું સુવિધાજનક બનાવે છે અને દુરુપયોગનો અવકાશ ઓછો થાય છે.