ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસનો IPO 16 જૂન, 2021ના રોજ ખુલશે
· પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) રૂ. 815થી રૂ. 825
· બિડ/ઓફર ખુલવાની તારીખ – 16 જૂન, 2021, બુધવાર અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – 18 જૂન, 2021, શુક્રવાર
· બિડ લઘુતમ 18 ઇક્વિટી શેર માટે અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે
મુંબઈ, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ લિમિટેડ (“કંપની” કે “KIMS હોસ્પિટલ”)નો આઇપીઓ (ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર) 16 જૂન, 2021ને બુધવારે ખુલશે (“આઇપીઓ”/”ઓફર”). બિડ/ઓફર 18 જૂન, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 815થી રૂ. 825 નક્કી કરવામાં આવી છે. Krishna Institute of Medical Sciences Limited’s Initial Public Offering to open on Wednesday, June 16, 2021
આઇપીઓમાં કુલ રૂ. 2,000 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”)ના ફ્રેશ ઇશ્યૂ અને 23,560,538 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”), જનરલ એટલાન્ટિક સિંગાપોર કેએચ પીટીઇ લિમિટેડના 16,003,615 ઇક્વિટી શેર (“રોકાણકાર વિક્રેતા શેરધારક”), ડો. ભાસ્કરરાવ બોલ્લિનેનીના 387,966 ઇક્વિટી શેર, રાજયશ્રી બોલ્લિનેનીના 775,933 ઇક્વિટી શેર, બોલ્લિનેની
રમાનૈયા મેમોરિયલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડના 387,966 ઇક્વિટી શેર (સંયુક્તપણે, “પ્રમોટર વિક્રેતા શેરધારકો”), 9 જૂન, 2021ના રોજ પ્રસ્તુત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“આરએચપી”)ના પરિશિષ્ટ Aમાં ઉલ્લેખિત વ્યક્તિઓના 6,005,058 ઇક્વિટી શેર સામેલ છે (“અન્ય વિક્રેતા શેરધારકો” તથા સંયુક્તપણે “રોકાણકારો વિક્રેતા શેરધારક” અને “પ્રમોટર વિક્રેતા શેરધારકો”, “વિક્રેતા શેરધારકો” અને આ પ્રકારના ઇક્વિટી શેર, “ઓફર્ડ શેર્સ”).
ઓફરમાં કંપનીના લાયક કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે રૂ. 200 મિલિયન સુધીનું કુલ રિઝર્વેશન સામેલ છે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”). ઉપરાંત ઓફરમાં કર્મચારીઓનું એમ્પ્યોલી રિઝર્વેશન પોર્શનમાં લાયક કર્મચારીઓના બિડિંગ માટે ઓફર પર રૂ. 40 સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે.
એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરનો ઉલ્લેખ “નેટ ઓફર” તરીકે કર્યો છે.
બિડ લઘુતમ 18 ઇક્વિટી શેર અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31, જેમાં સમયેસમયે થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના રુલ 19(2)(બી)ને વાંચીને (“એસસીઆરઆર”) કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(2)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે,
જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ બાયર્સ (“ક્યુઆઇબી” અને આ પ્રકારનો પોર્શન “ક્યુઆઇબી પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચાવિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”).
એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો મહત્તમ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”) પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે.
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.
જો ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો કંપનીને પ્રાપ્ત થયેલી બિડની રકમ રિફંડ કરવામાં આવશે. વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત અરજી કરનાર લાયક કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી થઈ શકે છે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત એએસબીએ એકાઉન્ટની વિગત પ્રદાન કરવી અને આરઆઇબીના કેસમાં યુપીઆઈ મિકેનિઝમના ઉપયોગ કરવા યુપીઆઇ આઇડીની જાણકારી આપવા જરૂરી છે,
જો લાગુ પડે તો, જેમાં બિડની સંબંધિત રકમ એસસીએસબી કે યુપીઆઈ મિકેનિઝમ અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા બ્લોક થશે, જે લાગુ પડે એ. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.
આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”, સંયુક્તપણે બીએસઈ સાથે “સ્ટોક એક્સચેન્જીસ”) પર થશે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ક્રેડિટ સૂસી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ છે.
અહીં ઉપયોગ થયેલા અને વિસ્તૃત રીતે પરિભાષિત ન થયેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં ઉલ્લેખ કર્યા મુજબ રહેશે.