KGFમાં અંધ વ્યક્તિનું પાત્ર ભજવનારા કૃષ્ણા જી રાવનું નિધન

મુંબઈ, KGF ફેમ એક્ટર કૃષ્ણા જી રાવ, જેમની છેલ્લા ઘણા દિવસથી તબિયત ખરાબ હતી, તેઓ આ દુનિયામાં રહ્યા નથી. બુધવારે તેઓ જીવન સામેની જંગ હારી ગયા હતા અને અંતિમ શ્વાસ લીધા હતા. તેમને ઉંમર સંબંધિત સમસ્યા હોવાના કારણે બેંગાલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના નિધનથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી રહી છે. તેઓ જાણીતા કલાકાર હતા અને ઘણા વર્ષોથી સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા. ૭૦ વર્ષના કૃષ્ણા જી રાવે કેજીએફમાં અંધ વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને પોતાના ડાયલોગથી લોકોના દિલ જીતી લીધા હતા. આશરે ૩૦ વર્ષ બાદ તેમણે આ ફિલ્મ થકી એક્ટિંગમાં કમબેક કર્યું હતું.
કૃષ્ણા જી રાવના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. તેમણે તેમના અત્યારસુધીના કરિયરમાં ઢગલો ફિલ્મમાં નાના-નાના રોલ કર્યા હતા, આટલું જ નહીં કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ ફાળો આપ્યો હતો. તેઓ દિવંગત એક્ટર શંકર નાગ સાથે પણ કામ કરી ચૂક્યા હતા. જાે કે, કેજીએફ ફિલ્મથી તેમને વધારે પોપ્યુલારિટી મળી હતી.
બોક્સઓફિસ પર કેજીએફની જાેરદાર સફળતા બાદ, તેમને કોમેડી ફિલ્મ નાનો નારાયણપ્પામાં લીડ એક્ટરનું પાત્ર ભજવવા મળ્યું હતું. આ ફિલ્મ તેલુગુમાં પણ બનાવવામાં આવી હતી, તેના રીલિઝ થવાની રાહ જાેવામાં આવી રહી છે, જેમાં તેઓ નારાયણપ્પાના પાત્રમાં જાેવા મળશે.SS1MS