કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યુસર પર લગાવ્યા હેરેસમેન્ટના આરોપ
મુંબઈ, ‘યે હૈ મોહબ્બતેં’થી લોકપ્રિયતા મેળવનારી ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ શોના નિર્માતાઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. અભિનેત્રી હાલ ડેઈલી સોપ ‘શુભ શગુન’માં શહેઝાદા ધામી સાથે જોવા મળી રહી છે.
હાલ શોનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ટેલિવિઝનમાંથી બ્રેક પર છે. થોડા કલાકો પહેલા, કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શુભ શગુન’ ના સેટ પરના તેના અનુભવ વિશે ચોંકાવનારી માહિતી આપી. તેણીએ ખુલાસો કર્યો કે તે શોના નિર્માતા દ્વારા ઉત્પીડનને કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાઈ રહી છે.
એટલું જ નહીં, તેની લાંબી પોસ્ટમાં, અભિનેત્રીએ કેટલીક હેરાન કરતી વાતો પણ શેર કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે શોના સેટ પર તેને હેરાન કરવામાં આવી હતી.
‘યે હૈ મોહબ્બતેં’ ફેમ ક્રિષ્ના મુખર્જીએ પણ મેકઅપ રૂમમાં બંધ હોવાની ઘટના અંગે ખુલાસો કર્યો અને કહ્યું કે તેને છેલ્લા ૫ મહિનાથી તેના દ્વારા કરવામાં આવેલા કામ માટે ચૂકવણી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ક્રિષ્નાએ નિર્માતા તરફથી મળી રહેલી ધમકીઓ વિશે પણ જણાવ્યું અને કહ્યું કે તે બોલતા ડરે છે. તેણી આગળ કહે છે કે તે હવે સુરક્ષિત નથી અનુભવતી અને કોઈપણ શો ન કરવા પાછળનો ડર પણ જાહેર કરે છે.
ક્રિષ્નાએ આગળ કહ્યું, ‘હું આ શો બિલકુલ કરવા માગતી ન હતી, પરંતુ મેં અન્યની વાત સાંભળી અને કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન સિંહે મને ઘણી વખત પરેશાન કરી છે. એક વખત પણ તેઓએ મને મારા મેક-અપ રૂમમાં બંધ કરી દીધો કારણ કે હું બીમાર હતી અને શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો.
કારણ કે તેઓ મને મારા કામ માટે ફી ચૂકવતા ન હતા અને જ્યારે હું બીમાર હતી અને અંદર હતી ત્યારે તેઓ મારા મેક-અપ રૂમનો દરવાજો ખખડાવતા હતા જાણે કે તેઓ તેને તોડી નાખશે, તે પણ જ્યારે હું અંદર કપડા બદલી રહી હતી .’ કૃષ્ણા મુખર્જીએ આગળ લખ્યું, ‘તેઓએ મને પાંચ મહિનાથી પૈસા આપ્યા નથી. આ ખરેખર મોટી રકમ છે. હું પ્રોડક્શન હાઉસ અને દંગલની ઓફિસમાં ગઈ છું પરંતુ તેઓએ મને ક્યારેય જવાબ આપ્યો નથી.
હા, ઘણી વખત ધમકીઓ આપવામાં આવી હતી. આખો સમય હું અસુરક્ષિત, ભાંગી પડી હોય તેમ અને ડરી ગઈ છું. હું અસુરક્ષિત અનુભવું છું, મેં ઘણા લોકોને મદદ માટે પૂછ્યું પણ કંઈ થયું નહીં. આ બાબતમાં કોઈ કશું કરી શક્યું નહીં. લોકો મને પૂછે છે કે હું કોઈ શો કેમ નથી કરતી? આ કારણ છે. મને ડર લાગે છે કે ફરી એ જ ઘટના બનશે તો? મને ન્યાય જોઈએ છે.SS1MS