કૃતિકા દેવે “તાલી”માં નિભાવ્યો યંગ ગૌરી સાવંતનો રોલ
મુંબઈ, અહીં અમે તમને કૃતિકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તાલીમાં ‘ગણેશ’નું પાત્ર ભજવે છે. સીરિઝમાં જાેઈને તમને વિશ્વાસ નહીં થાય કે તે ૨૮ વર્ષની અભિનેત્રી છે. કૃતિકાએ ગણેશની ભૂમિકા ભજવીને તેના અભિનયથી લોકોને અભિભૂત કર્યા છે. કૃતિકા દેવે ૧૯ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ઘણી શ્રેણીઓમાં પણ કામ કર્યું છે. તાલીમાં તેનો લુક જાેઈને તમે તેને ઓળખી નહીં શકો.
કૃતિકા દેવનો જન્મ ૫ મે ૧૯૯૫ના રોજ નાસિક, મહારાષ્ટ્રમાં થયો હતો. કૃતિકાએ ૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાન પુણેની સર પરશુરામભાઈ કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા છે.
અભ્યાસ દરમિયાન જ તેણે થિયેટરમાં અભિનય શરૂ કર્યો. કૃતિકા દેવે વર્ષ ૨૦૧૪માં ‘એલિસ ઇન હેપ્પી જર્ની’થી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે ૨૦૧૫માં ‘પ્રાઈમ ટાઈમ’ અને ‘રજવાડે એન્ડ સન્સ’માં કામ કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૧૮માં આવેલી માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. કૃતિકા દેવે વર્ષ ૨૦૧૫માં ફિલ્મ ‘હવાઈઝાદા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે ચંપાનું પાત્ર ભજવ્યું હતું.
તેણે અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત અભિનીત ‘પાનીપત’માં રાધિકા બાઈની ભૂમિકા પણ ભજવી હતી. આ સિવાય તેણે ‘યોલો – યુ ઓન્લી લાઇવ વન્સ’, ‘હોસ્ટેલ ડેઝ’, ‘ડેટ ગોન રોંગ’, ‘ઉન્નતિ’, ‘ઝૂમ’, ‘પ્લીઝ ફાઇન્ડ એટેચ’ સહિતની ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
કૃતિકા દેવે ‘તાલી’ માં યુવાન ગૌરી સાવંતનું પાત્ર ભજવ્યું છે. તેણે જણાવ્યું કે આ પાત્ર માટે તેણે ગૌરી સાવંતના ઈન્ટરવ્યુ, ચેટ્સ અને વીડિયો જાેયા. જ્યારે પણ ગૌરી તેના બાળપણનો ઉલ્લેખ કરતી હતી, ત્યારે તે ટૂંકી નોંધો બનાવતી હતી કારણ કે તેના બાળપણ અને શરૂઆતના કામ વિશે ઓનલાઇન કંઈપણ ઉપલબ્ધ નથી.
કૃતિકા દેવે કહ્યું કે તેણે દેશના વિવિધ ભાગોમાંથી ટ્રાન્સજેન્ડર સમુદાયની ડોક્યુમેન્ટ્રી જાેઈ છે. તેઓ કિશોરાવસ્થામાં કેવી રીતે અનુભવે છે અને તેઓ લિંગ કેવી રીતે જાણે છે. આ બધા વિશે જાણવા મળ્યું.SS1MS