Western Times News

Gujarati News

‘મટકા કિંગ’ વિજય વર્માને સાથ આપશે કૃતિકા કામરા

મુંબઈ, વેબ સિરીઝની દુનિયામાં સ્ટાર જેવું સ્ટેટસ મેળવનારા વિજય વર્માનો આગામી પ્રોજેક્ટ ઘણાં દિવસથી ચર્ચામાં છે. દેશમાં જુગાર-સટ્ટાના નેટવર્કની શરૂઆત કરનારા ‘મટકા કિંગ’ના જીવન આધારિત સિરીઝમાં વિજયનો લીડ રોલ છે. તેમની સાથે ફીમેલ લીડ રોલમાં કૃતિકા કામરા ફાઈનલ થઈ છે.

વિજય અને ટીમ સાથે કૃતિકાએ આ સિરીઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે. કૃતિકાના કેટલાક સીન અગાઉ શૂટ થઈ ચૂક્યા છે અને તે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં આખી સિરીઝનું શૂટિંગ આટોપી લેશે. કૃતિકાએ પોતાના રોલ અંગે જણાવ્યું હતું કે, ૭૦ અને ૮૦ના દસકા દરમિયાન મુંબઈમાં મટકાના વિકાસમાં મારા કેરેક્ટરનો મોટો ભાગ છે. સટ્ટા અને જુગારને મટકા તરીકે વિકસાવનારા સૂત્રધારનો રોલ વિજયે કર્યાે છે.

વિજય સાથે મુલાકાત બાદ હું પણ તેની સાથે જોડાઉં છું અને સમગ્ર ધંધાને નવી ઊંચાઈએ પહોંચાડુ છું. સિરીઝની કહાની ૬૦ના દસકાથી શરૂ થાય છે. મટકા કિંગ બનતા પહેલા વિજયના જીવનને તેમાં દર્શાવવામાં આવશે. વિજયે તેમાં મટકા કિંગ રતન ખત્રીનો રોલ કર્યાે છે.

પરંપરાગત જુગારને રતન ખત્રીએ મટા બજારમાં ફેરવી દીધો હતો. કૃતિકા કામરા જુલાઈથી સપ્ટેમ્બર સુધી આ સિરીઝનું શૂટિંગ કરશે. કૃતિકાએ તાજેતરમાં આવેલી સિરીઝ બમ્બઈ મેરી જાનમાં હબીબાનો રોલ કર્યાે હતો. કૃતિકાએ અગાઉ ટીવી સિરિયલ કુછ તો લોગ કહેંગે, રિપોટ્‌ર્સ, ચંદ્રકાન્તામાં મહત્ત્વના રોલ કર્યા હતા. વિજય અને કૃતિકા પહેલી વાર આ સિરીઝમાં સાથે કામ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.