કૃણાલ પંડ્યા -પંખુડી શર્માના ઘરે નવા મહેમાનનું આગમન
પોતાના ટિ્વટર પર પોસ્ટ કરી ખુશીના સમાચાર આપ્યા
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ક્રુણાલ પ્રથમવાર પિતા બન્યો છે.
તેનો ખુલાસો કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે અને પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું છે. ઘરેલૂ ક્રિકેટ અને આઈપીએલમાં સારા પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા કૃણાલ પંડ્યાએ પિતા બનવાની જાણકારી ટિ્વટર પર આપી છે.
કૃણાલ પંડ્યાએ પોતાની અને પત્ની પંખુડી શર્માની સાથે પુત્રની બે તસવીરો શેર કરી છે. એક તસ્વીરમાં આ કપલ પોતાના પુત્રને ચુંબન કરી રહ્યું છે, જ્યારે બીજી તસ્વીરમાં કૃણાલ અને પંખુડી તેને જાેઈ રહ્યા છે. તેણે પોતાના પુત્રના નામનો ખુલાસો કરતા લખ્યુ છે- કવીર કૃણાલ પંડ્યા. કૃણાલે ગ્લોબની ઈમોજી પણ લગાવી છે, જેનાથી કહી શકાય છે કે તે તેને પોતાનો સંસાર માને છે.
નોંધનીય છે કે કૃણાલ પંડ્યા અને મોડલ પંખુડી શર્માએ ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ના લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા છે. તમે જાણીને ચોંકી જશો કે પંખુડીને ક્રિકેટ જાેવાનું પસંદ નથી. પરંતુ તે કૃણાલ પંડ્યાની મેચ જુએ છે. કૃણાલ પંડ્યાએ ૨૦૧૮માં ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તે ૧૯ ટી૨૦ અને ૫ વનડે મેચ રમી ચુક્યો છે.