ક્રિસ્ટલ ડિસોઝાનો કમબેક ‘વિસ્ફોટ’ જિંદગી જીવવા ૩ વર્ષનો બ્રેક લીધો હતો
મુંબઈ, તાજેતરમાં જ ક્રિસ્ટલ ડિસોઝાનો નવો શો ‘વિસ્ફોટ’ આવ્યો છે, આ પહેલાં તે ૨૦૨૧માં ‘ચહેરે’માં જોવા મળી હતી. આ ત્રણ વર્ષ દરમિયાન ક્રિસ્ટલ લોકોની નજરથી દૂર રહી હતી. આ બ્રેકને તેણે જરૂરી ગણાવવાની સાથે નિઃરાશાજનક પણ ગણાવ્યો હતો.ક્રિસ્ટલે કહ્યું,“એ અઘરું હતું, હું ખોટું નહીં બોલું, કેટલાંક દિવસો એવા પણ હતા જ્યારે હું બહુ નિરાશ અને નિષ્ફળ હોવાનું અનુભવતી હતી.
ક્યારેક એવું પણ થતું હતું કે ભલે મને ન ગમે તો પણ કોઈ પણ કામ શરૂ કરી દઉં. પછી હું મારી જાતને યાદ કરાવતી કે સદ્દનસીબે મારી પાસે એટલા પૂરતાં પૈસા તો છે કે હું કોઈ ચિંતા વિના થોડી વધુ રાહ જોઈ શકું છું. છતાં એ સમય નિઃરાશાજનક તો હતો જ.”
આગળ ક્રિસ્ટલે કહ્યું,“લોકોની વાતો બહુ સાંભળવાની નહીં, તમને મજા આવે એવું કરો. બાકી આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં હું લોકોની નજરથી દૂર રહી શકી નથી. એવો કોઈ લાંબો સમય ગયો નથી, જ્યારે હું કોઈ પાપરાઝીની નજરથી બચી શકી હોય કે પછી મારા વિશે કશું લખાયું ન હોય.
આ બ્રેકના કારણે જ હું ઇચ્છું તેવું જીવન જીવી શકી છું. જોકે, મેં ઇરાદાપૂર્વક આ બ્રેક નહોતો લીધો, પરંતુ મારી પાસે સમય હતો તો હું દુનિયા ફરી શકી. મારા મિત્રો અને પરિવાર સાથે બહાર જઈ શકી. આટલા વર્ષાેમાં કામના કારણે જે ન કરી શકી તે બધી જ પ્રવૃત્તિઓ હું આ સમયમાં કરી શકી.”પોતાના અનુભવના આધારે ક્રિસ્ટલે કહ્યું,“જે લખ્યું છે એ જ થશે, તો જ્યારે પણ જીવનમાં નિઃરાશા આવે તો બસ સમય પર વિશ્વાસ રાખો, એવા પણ દિવસો આવે કે નિઃરાશ થઈ જવાય, એવું થાય કે કામ મળવાની રાહ જોવી જ નથી.
તમને એવું પણ થશે કે ભલે સર્જનાત્મકતા ન હોય તો પણ જે મળે એ કામ કરી નાંખુ. પરંતુ આપણે આવું ન કરવું જોઈએ. એક કલાકાર તરીકે સંતોષ મળે અને કલાકાર તરીકે તમારો વિકાસ થાય એવું જ કામ મળે તેની રાહ જોવી જોઈએ.”SS1MS