Western Times News

Gujarati News

કે.ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્માના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા ની શેઠ કે.ટી.હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક, સુપરવાઇઝર તથા પૂર્વ આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી કપિલ કુમાર હર્ષદ રાય ઉપાધ્યાય જે ૩૧-૫- ૨૩ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થનાર છે. તેમનો નિવૃત્તિ શુભેચ્છા સમારંભ આજે તારીખ ૧૧-૨ ૨૩ ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે કે.ટી. હાઈસ્કૂલના મકનાભાઇ જીવાભાઈ પટેલ સભાખંડમાં યોજાયો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી નીતાબેન ગઢવી, માહિતી અધિકારી શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ એસ. જાેશી, ઉપપ્રમુખ કનુભાઈ કે. પટેલ, મંત્રી શ્રી શૈલેષકુમાર પી. મહેતા, શાળાના આચાર્યશ્રી વિભાષકુમાર બી. રાવલ તથા શાળાનો તમામ સ્ટાફ તથા મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ તથા સ્નેહીજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.