Western Times News

Gujarati News

કેટીએમ દ્વારા ચીખલીમાં રોમાંચક બાઈક સ્ટંટ શો યોજાયો

ચીખલી (નવસારી),  યુરોપીયન રેસિંગ લિજેન્ડ કેટીએમ દ્વારા ચીખલીમાં કેટીએમ સ્ટંટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ શોનું આયોજન માઈન્ડ બ્લોઈંગ સ્ટંટ રાઈડ્સ અને ટ્રીક્સ પ્રોફેશનલ સ્ટંટ રાઈડર્સ દર્શાવવા માટે થયું હતું. આ સ્ટંટ શોનું આયોજન પાર્કિંગ એલઓટી, નાડી મહોલ્લા, ગાયત્રી મંદિર પાસે, કાવેરી રિવરફ્રન્ટ, ચીખલી, ગુજરાતમાં થયું હતું. પ્રોફેશનલ સ્ટંટ ટીમે કેટીએમ ડ્યુક બાઈક્સ પર શ્વાસ થંભાવી દે એવા સ્ટંટ દર્શાવ્યા હતા.

બજાજ ઓટો લિ.માં પ્રોબાઈકીંગના પ્રેસિડન્ટ સુમીત નારંગે કહ્યું હતું, ‘કેટીએમ બ્રાન્ડ તેની હાઈ પર્ફોર્મન્સ રેસિંગ બાઈક્સ માટે જાણીતી છે અને અમે હંમેશા અમારા ગ્રાહકોને કેટીએમ બાઈક આપી શકે છે એ રોમાંચ અને સાહસનો અનુભવ આપવા માગીએ છીએ. પ્રોફેશનલ સ્ટંટ દરેક મોટા શહેરમાં કરવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં તેનો વ્યાપ વધારાશે. કેટીએમ એક એક્સ્લુઝિવ પ્રિમિયમ બ્રાન્ડ છે અને અમે કેટીએમ ગ્રાહકોને યુનિક કેટીએમનો અનુભવ સુનિશ્ચિત રીતે આપવા આતુર છીએ.’ આ ઈવેન્ટ તમામ લોકો માટે આયોજિત હતી અને આ રોમાંચક સ્ટંટથી શહેરમાં ધૂમ મચી હતી.

અત્યાર સુધીમાં કેટીએમ સ્ટંટ શોનું આયોજન કાંચીપુરમ, કોઈમ્બતુર, ચેન્નઈ, વિજયપુર, લખનૌ, ઔરંગાબાદ, જમ્મુ, જલંધર, જબલપુર, જોધપુર, ભિલોડા, બીલીમોરા, નવસારી, વડોદરા, વાંસદા, સુરત, ગાંધીનગર, રાજકોટ, વાપી, દાહોદ વગેરે શહેરોમાં થયું છે. કેટીએમ પ્રશંસકો કેટીએમ બાઈક્સની રેન્જમાંથી ખરીદી કેટીએમ ગ્રીડ રોડ, પ્રેરણા પાર્ક સોસાયટી, કાબીલપોળ, નવસારી ખાતેથી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.